સંબંધોપનિષદ

આ દુનિયા જાણે સંબંધોનો દરિયો. સંબંધો તો પાણીના પરપોટાની જેમ પ્રગટે અને ફૂટે... સંબંધો તો ફૂલ થઈને ફોરે.. સંબંધો તો શૂળ થઈને કોરે.. ક્યાંક સંબંધો પર્વત જેવા અવિચળ, ક્યાંક સંબંધો ઝરણા જેવા ચંચળ... સંબંધો તો શમણું થઈને સરે... સંબંધો તો તરણું થઈને તરે... સંબંધો તો સુર્યમુખીનુ ફૂલ... સંબંધો તો અગનશિખાનુ શૂળ ક્યાંક સંબંધો કર્ણના કવચકુંડળનો ભાર, ક્યાંક સંબંધો યુધિષ્ઠિરના અર્ધસત્યનો ભાર.. સંબંધો તો વૈશાખી બપોરનું આકાશ, સંબંધો તો ચાતક કંઠ્ની પ્યાસ ! સંબંધો નાના હોય કે પછી હોય મોટા, સંબંધો તો અભિમન્યુના સાત કોઠાં ! -પ્રણવ ત્રિવેદી

Comments

Anonymous said…
today read your blogs like it not good too best ,
i have some letter created by Personal pc in PDF format mail to me
dinpatel2@gmail.com
i send to you for your sight.

thanks

d r patel - Jai swaminarayan
Baroda-390023
Anonymous said…
Sanbandh -- shabad j etlo saras che ke...manas na born thata eni sathe janame che pan e ajey che..tai kayare y marto nathi.really Nice creation on this word.
Anonymous said…
બહુ ઊંચી વાત છે...

સંબંધો નાના હોય કે પછી હોય મોટા,
સંબંધો તો અભિમન્યુના સાત કોઠાં !

ખૂબ સરસ.

ગુજરાતી બ્લોગ જગતમાં સ્વાગત !
Anonymous said…
ક્યાંક સંબંધો કર્ણના કવચકુંડળનો ભાર,
ક્યાંક સંબંધો યુધિષ્ઠિરના અર્ધસત્યનો ભાર..
indeed .........

Really nice one