પ્રેમની વાત

પ્રેમની વાત બસ એટલે જ આટલી મજાની છે 
 ઘટના એ આમ તો બુધ્ધિને મળેલી સજાની છે

પાયાનો પથ્થર તો સચવાઇ જશે માટીની હુંફે 
ચિંતા સતાવે છે એ તો આ અલ્લડ ધજાની છે. 

ભુલી જઈ ફિલસૂફીની વાતો, બસ પ્રેમ કરીએ 
વાત બસ એ એક મારા કે તમારા ગજાની છે 

કૈંક સામ્રાજ્યો બસ આજ ભ્રમથી તૂટી ગયાં: 
આનંદો સઘળાં આપણા ને પીડા પ્રજાની છે 

તમારાથી દૂર થવાનો રંજ તો ભુલીયે શકાય 
ન ભુલાય તેવી વાત તમે આપેલી રજાની છે 

પ્રણવ ત્રિવેદી

Comments

Anonymous said…
A banker is a person of digits its unbelievable whn ths type of words take place from his heart .... keep it up ....
Anonymous said…
તમારી ગઝલ પણ ખૂબ મઝાની છે.
...* Chetu *... said…
khari vaat chhe urmi ni....ekdam saras chhe..
આપની આ રચના નીચેના બ્લોગ પર પ્રસિદ્ધ થઈ છે તે આપની જાણ માટેઃ

http://akloatma.blogspot.com/2010/04/blog-post_21.html