Sunday, November 12, 2006

નક્કર થઈ ગયા

અક્ષરો કલમમાંથી નિકળી વજ્જર થઈ ગયા
લ્યો, હોવાપણાના પુરાવાઓ નક્કર થઈ ગયા

શી ખબર કેવો જાદુ હશે ગંગાનદીના વહેણમાં
કાંઠે પડેલાં કંકર પણ જુઓ શંકર થઈ ગયા

તમે કહો છો મન પણ હું એને મરૂભુમિ કહું છું
જુઓ તો ખરાં કે યુધ્ધ કેટલાં અંદર થઈ ગયા

જમાનો બદલાઈ ગયાનો આજ તો પુરાવો છે
હતાં કાલ ખાબોચિયા તે આજ સમંદર થઈ ગયા

મર્યા પછી પણ જીવવાનો માર્ગ એને જઈ પુછો
જાત ઓગાળી દઈ જે ફુલો અત્તર થઈ ગયા

2 comments:

Vishal Monpara said...

મર્યા પછી પણ જીવવાનો માર્ગ એને જઈ પુછો
જાત ઓગાળી દઈ જે ફુલો અત્તર થઈ ગયા
વાહ, ખુબ જ સરસ.

અમિત said...

ગંગા કાંઠે ના કંકર પણ શંકર થૈ ગયા અને ફુલો અત્તર થઇ ગયા.
બહુ સરસ વાત્યું...
અભિનંદન.

your blog is added at my page.
http://amitpisavadiya.wordpress.com/gujarati-blog-world/

અમિત.