Thursday, November 30, 2006

દુનિયા તો છે જાદુના ખેલ મનવા ! છે જાદુના ખેલ
ઉપરથી સૌ ઉજળા લાગે, ભિતર ભાત ભાતના મેલ

દેખાય નહી કોઇને એવી
એક ચાહત નામે ચિજ
પામે તેને પડતી ગમ્મત
બાકીનાને ચડતી ખીજ

ચોતરફ ચહેરાના પહેરાં,છે આ સાંકળ વિહોણી જેલ
દુનિયા તો છે જાદુના ખેલ મનવા! છે જાદુના ખેલ

પહોંચવુ ક્યાં એ કોઇ ન જાણે
ને તોયે સૌ જ્યાં દોડે
અર્ધી જીંદગી બાંધે ગાંઠો
ને પછી બેઠાં બેઠાં છોડે,

અંહી ઝંખનાઓના ઝાડે વિંટળાતી ઇચ્છાઓની વેલ
દુનિયા તો છે જાદુના ખેલ મનવા ! છે જાદુના ખેલ

1 comment:

UrmiSaagar said...

nice creation....

your blog has been added to my list...
http://sarjansahiyaaru.wordpress.com/gujarati_blog_jagat/