Saturday, February 17, 2007

સુરજ થવાને મથતું એક રજકણ છે મારી અંદર
ખુદથીય અજાણ્યું એવું એક જણ છે મારી અંદર

રણની પોકળતા મને સમજાવી શું કરીશ દોસ્ત?
મૃગજળને જ ચાહતું એક હરણ છે મારી અંદર

શ્વાસને બંદી બનાવી એનુ ધાર્યુ કરાવે છે રોજ
વિસ્ફોટકોથી ભરપુર એક ક્ષણ છે મારી અંદર

તમે જો ચાહો તો પળમાં રૂઝાવી દઈ શકો એને
સદીઓથી સાચવેલા કૈંક વ્રણ છે મારી અંદર

જે કાગળની નહી આંખોની લિપી ઉકેલે છે સતત
સાવ અબુધ એવું કોઈ અભણ છે મારી અંદર

1 comment:

Anonymous said...

bahuj saras rachna