વાંચ

કદી નહી લખાયેલો એવો તું કાગળ વાંચ 
સંબોધને અટક્યા વગર જ તું આગળ વાંચ 

 લાગણીની લિપી જો પ્રકૃતિમાં પણ પ્રગટી 
વૈશાખે ગુલમહોર, અષાઢે તું વાદળ વાંચ

 દિવસભર વહેતા વાયરાના અક્ષર ઉકેલજે 
મધરાતે આકાશ ને મળસ્કે તું ઝાકળ વાંચ 

 સુની ડેલી,સુનુ ફળિયું ને ખાટ આ ઉદાસ 
કોઇએ કદી ન ખખડાવી તે તું સાંકળ વાંચ

વિરહની અંધારી રાતનો ભેદ સમજાઇ જશે 
રાધાના આંસુ સાથે વહ્યું તે તું કાજળ વાંચ

Comments