Thursday, July 05, 2007

ટહુકો એકાદ શોધતાં શોધતાં માળો મળે
ને પછી એમાંથી શબ્દ એક પાંખાળો મળે

ક્યારેક તો કરી જુઓ લેણદેણનો હિસાબ
શક્ય છે જિંદગીના દાખલાનો તાળો મળે

એક પીળા વસ્ત્રનો સ્પર્શ ફરી વળે જાણે
સિમેન્ટના જંગલોમાં ખીલતો ગરમાળો મળે

મુક્તિના કોઇ માર્ગની શોધ નથી કરવી હવે
જનમોજનમ આજ દુનિયા ને જંજાળો મળે

No comments: