Friday, March 14, 2008

વિજળીના થાંભલાને
વીંટળાઈ ગઈ એક લીલીછમ વેલ
અને
થાંભલાને ફુટી છે ડાળો...
ડાળીને ફુટી છે કુંપળો ને
એટલું તો ઠીક પણ
એક ડાળ પર તો ટહુકાઓ બાંધે છે માળો !

1 comment:

ઊર્મિ said...

અરે વાહ... આ નાનકડું કાવ્ય તો સીધું સોંસરું ઉતરી ગયું!