ગઝલ

ચાહે છે એ હસીને,ધિક્કારે છે પણ સ્મિતથી 
ઇશ્વર પણ પરેશાન છે માણસની આ રીતથી 

 શ્વાસે શ્વાસે ખેલાતું રહે છે યુધ્ધ અસ્ત્તિત્વનું 
જીતી જવાય છે એ કોઇકની મબલખ પ્રિતથી 

 'હું' નામના લયમાં 'તું' નામનો તાલ ભળે છે 
ખરી પડે છે ભેદ સઘળાં એ દિવ્ય સંગીતથી 

 હે ભવિષ્ય, તું મને સમાવી લે તારી ગોદમાં 
હું તોડીને આવ્યો છું તાર સઘળાં અતિતથી

Comments