Wednesday, June 04, 2008

તારી સુંદર આંખો માટે શમણું લઈને આવીશ હું
ઓછું પડે તો કહેજે,ખુદ શમણું થઈને આવીશ હું

ફિક્ક પડે જો રંગ જીવનમાં, તો સાદ કરજે દોસ્ત,
તારી પાસે પગલું કુમકુમવરણું થઈને આવીશ હું

વનવગડાની જો પીડે એકલતા કદીય જીવનમાં
બનવા સાથી, ફૂલ એક નમણું થઈને આવીશ હું

તારી મનની ભૂમિ રહે હંમેશા હરિયાળા એ માટે
નદી, દરિયો, વાદળ કે ઝરણું થઈને આવીશ હું

1 comment:

Anonymous said...

સરસ રચના
યાદ આવી...
ભુલવાની મને ના કરશો ભુલ,
ભુલ ની પળો મા પણ હુ યાદ બનીને આવીશ,
ભલે રહો તમે મરી આંખો થી દૂર,
મીલન માટે હુ સ્વપ્ન બનીને આવીશ,
જ્યારે હુ આ દુનીયા છોડી દઇશ,
ત્યારે તમારા દિલ મા રુદન બનીને આવીશ
પ્રજ્ઞાજુ વ્યાસ્