Monday, June 30, 2008


આજે તું ન આવ્યો...
કદાચ કોઇ કામ આવી ગયું હશે..
કદાચ કોઇ મહેમાન હશે...
કદાચ.....
...
જો કે તું ન આવ્યો છતાંયે
આમ તો કશું ખાસ નથી બન્યું
બસ
હવા જરાક નિશ્વાસ મુકીને વહી ગઈ,
સ્ટ્રીટ લાઈટના થાંભલે બેઠેલી એક ચકલી
ચીં ચીં બોલ્યા વગર જ ઉડી ગઈ;
અમ તો ખાસ કશું ન બન્યું પણ
આકાશમાં પ્રગટવા મથતા મેઘધનુષના
કોઈએ ટુક્ડેટુકડા કરી નાખ્યાં;
ને..
આખું આકાશ ધ્રુસકે ધ્રુસ્કે રડી પડ્યું..
બસ એટલું જ.....

2 comments:

કુણાલ said...

very gud lines !! liked it very much ..

jayeshupadhyaya said...

સરસ ભાવસભર પંક્તિઓ
તું અગર છોડ કર જાયે તો ક્યા
હાદસે રોજ હુઆ કરતે હૈ