નિકળ્યો'તો

અપ્રાપ્યને એક દિ' પામવા નિકળ્યો'તો
એટલે કે એ તમને ચાહવા નિકળ્યો'તો

ક્ષિતિજના ખાલીપણાની ખબર પડી ગઈ
આકાશને એક વાર માપવા નિકળ્યો'તો

અશ્રુની એક નદી મળી આવી અચાનક
હસ્તરેખાને જ્યારે વાંચવા નિકળ્યો'તો

સૂર્ય જેવો સૂર્ય પણ લ્યો, થાકી ગયો
અંધકારનો ભેદ એ પામવા નિકળ્યો'તો

નહોતી ખબર કે રણ પણ સાથે આવશે
લૈ મુઠ્ઠીમાં બેચાર ઝાંઝવા, નિકળ્યો'તો

Comments

Anonymous said…
સૂર્ય જેવો સૂર્ય પણ લ્યો, થાકી ગયો
અંધકારનો ભેદ એ પામવા નીકળ્યા'તો
સુંદર
મને લાગે છે-એ 'સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ' છે.
એને આપણે ગુજરાતીમાં 'વ્યવસ્થિત શક્તિ' કહીએ છીએ
અને એ નિરંતર જગતને વ્યવસ્થિત જ રાખે છે,અવ્યવસ્થિત થવા જ નથી દેતું!
િકર કરો મા...પ્રજ્ઞાજુ વ્યાસ્
...* Chetu *... said…
સરસ શબ્દો.. અભિનંદન ..