Monday, June 04, 2007

ધરા-આભના ધોધમાર પ્રેમની વાત મોકલું છું
પર્વતની પીઠ પર પ્રચંડ જળપ્રપાત મોકલું છું

તમે કે પછી ઇશ્વર, મોઢામોઢ ક્યાં મળો છો
કવિતાઓ થકી લાગણીઓની વાત મોકલું છું

મનમેળ વગરની દુનિયામાં મળું તોયે કોને
સદીઓથી ઝંખેલી એક મુલાકાત મોકલું છું

વિરહમાં વિતેલી રાતને વિસરી જવાય માટે
કલરવ મઢ્યું એક સલુણું પ્રભાત મોકલું છું

છે લાગણીના સંબંધોય સાત જનમથી એટલે
સાત આકાશની સાથે દરિયાયે સાત મોકલું છું

No comments: