Posts

Showing posts from September, 2006

મહાન હોવું એટલે……….

મહાન હોવું એટલે………. ઘણાં સમય પહેલાં ભાવનગરમાં બ્લડ બેંકના ઉદઘાટ્ન પ્રસંગે હાજર રહેવાનું બનેલું. વિખ્યાત સંત શ્રી મોરારીબાપુના હસ્તે ઉદઘાટ્ન સંપન્ન થયેલું. તેમણે રક્તદાન કરીને જ બ્લડ બેંકને ખુલ્લી મુકવાનો આગ્રહ રાખેલો તે વાત હજું યાદ આવે છે. આમેય નાની વાતોમાં વ્યક્ત થતી મહાનતા જ એક મહાન વ્યક્તિત્વને આપણી સમક્ષ મુકે છે. આજે વાત કરવી છે એક એવાં જ વ્યક્તિના પત્રની. રક્તદાનની પ્રવૃત્તિ સાથે જોડાવાનું સદભાગ્ય સાંપડ્યું છે. નાનપણથી જ આ કાર્યને અવતારકૃત્યની માફક જીવનમાં વણી લેનાર ભાવનગરના શ્રી માનભાઇ ભટ્ટ પ્રત્યે મનોમન આદર સેવ્યો છે. જ્યારે એક તાલુકા કક્ષાની રક્તદાન સમિતિમાં સ્થાન લીધું ત્યારે એ આદરથી પ્રેરાઇને તેમના આશિર્વાદ માગતો પત્ર તેમને લખેલો. અનેકવિધ પ્રવૃત્તિઓમાં વ્યસ્ત એવાં એ વ્યક્તિત્વનો જવાબ આવશે તેવી સહેજેય અપેક્ષા હતી જ નહી. તેથી જ્યારે તેમનો પત્ર આવ્યો ત્યારે સાનંદ આશ્ચર્ય થયેલું. આમ તો સામાન્ય અને અસામાન્ય માણસો વચ્ચે આટલો જ ફરક હોય છે. મહાત્મા ગાંધી પણ તેમને મળનારા તમામ પત્રોનો જવાબ આપવા માટે વિખ્યાત છે. મને મળેલાં શ્રી માનભાઇના પત્રમાંની બે વાતો મને જીવન પાથેય સમી લાગી છે તે

પ્રેમની વાત

પ્રેમની વાત બસ એટલે જ આટલી મજાની છે   ઘટના એ આમ તો બુધ્ધિને મળેલી સજાની છે પાયાનો પથ્થર તો સચવાઇ જશે માટીની હુંફે  ચિંતા સતાવે છે એ તો આ અલ્લડ ધજાની છે.  ભુલી જઈ ફિલસૂફીની વાતો, બસ પ્રેમ કરીએ  વાત બસ એ એક મારા કે તમારા ગજાની છે  કૈંક સામ્રાજ્યો બસ આજ ભ્રમથી તૂટી ગયાં:  આનંદો સઘળાં આપણા ને પીડા પ્રજાની છે  તમારાથી દૂર થવાનો રંજ તો ભુલીયે શકાય  ન ભુલાય તેવી વાત તમે આપેલી રજાની છે  પ્રણવ ત્રિવેદી

ગઝલ

અંતરે ઉમટ્યો અવસાદ પછી શું થયું ખબર નથી.  સંભળાયો'તો શંખનાદ પછી શું થયું ખબર નથી.  એક દિવસ લખવા બેઠો હતો હું કાગળ હરિવરને  અક્ષર પાડ્યો'તો એકાદ પછી શું થયું ખબર નથી.  ઇચ્છ્યુ હતું એમ કે નીકળી પડું હું જ મારામાંથી ભિતરે ઉઠ્યો એક સાદ પછી શું થયું ખબર નથી.    કહેવાય છે કે થયો હતો એક વિસ્ફોટ મારી અંદર  કોઇની આવી હતી યાદ પછી શું થયું ખબર નથી.  આમ તો નિ:શબ્દ હતું એક આકાશ આપણી વચ્ચે  આંખોથી રચાયો સંવાદ પછી શું થયું ખબર નથી.  -પ્રણવ ત્રિવેદી