Posts

Showing posts from September, 2007

નવી દુનિયા: બટનયુગ

સાવધાન ! બટનયુગ શરૂ થઈ ગયો છે......  માનવનો જીવનકાળ પથ્થરયુગથી શરૂ થયો છે અને હજારો વર્ષની સફર પછી માનવ આજે ટેકનોલોજીના ઉંબર પર ઉભો છે. ઉંબર પર ઉભો છે એમ એટલે કહી શકાય કે હજુ ટેક્નોલોજીની મદદથી શું શું થવાનું છે તેની આપણને ખબર નથી. આજે જીવનમાં દરેક ક્ષેત્રે ટેકનોલોજીની બોલબાલા છે. આજ ગતિ ચાલુ રહી તો ટેકનોલોજીની મદદથી તેના સર્જકો અને તેને જાણનારાઓ સમગ્ર વિશ્વને બાનમાં લઈ લે એ દિવસો દૂર નથી.  આપણા વ્યવસાયના કાર્યો ટેકનોલોજીના હવાલે થાય તેનાથી સમય અને ઉર્જાની બચત થય એ વાત સાચી પણ આપણા અનેક રોજીંદા કામો કે જેની સાથે જીવનની અભિવ્યક્તિ જોડાયેલી હોય તે પણ ટેકનોલોજીના હવાલે થતાં જાય છે. હજારો માઈલ દૂર રહેતા સંતાનો સાથે માબાપ વાત કરે ત્યારે ટેલિફોન કે મોબાઈલની વ્યવસ્થા આશિર્વાદ લાગે પણ એ જ વ્યવસ્થા ગુનાખોરીનો પ્રશ્ન જટિલ બનાવે ત્યારે ટેકનોલોજી અભિશાપ બની રહે છે.  આજનો માનવી બટન, સ્વિચ અને માઉસની ક્લિકનો ઓશિયાળો બનતો જાય છે. અંહી બટન દબાવતા જ મનોરંજનનો ખજાનો ટેલિવિઝન પર ખુલ્લો થઈ જાય છે. સ્વિચ ચાલુ કરતાં જ ભરઊનાળે પોષ માસનું સામ્રાજ્ય અનુભવી શકાય છે. માઉસની એક ક્લિકથી જ કરોડો રૂપિયાના વ્યવહારો

પ્રકાશિત

Image
આ સાઈટ પર  પ્રસિધ્ધ થયેલાં અને ન થયેલાં ગદ્ય અને પદ્ય લખાણો નો એક સંગ્રહ " ગ્રીન લીફ" પુસ્તક સ્વરૂપે રાજકોટ  (ગુજરાત) થી પ્રસિધ્ધ થઈ ચુક્યો છે....