Posts

Showing posts from April, 2007

પત્રો

પત્રો એ ખરેખર શું છે? એ શું માત્ર પ્રત્યાયન છે? ના, પત્રો તો વિચારો અને સ્પંદનોને લઈને ઉડેલી પવન પાવડી છે. આપણે નાના હતા ત્યારે વાર્તાઓમાં વાંચતા કે એક રાજકુમાર પાસે પવનપાવડી હતી તેના પર બેસીની તે સાત સમંદર પાર કે સાત આસમાનની પેલે પાર એક અજાણ્યા પ્રદેશમાં જઈને એક રાજકુમારીને રાક્ષસની કેદમાંથી છોડાવી લાવે છે. બાળસહજ મનમાં વાર્તાના એ નાયક પ્રત્યે ભારોભાર આદર ત્યારે મનમાં છલકાતો એ હજુયે યાદ છે. આ રાજકુમાર કોણ? હવે સમજાય છે એ વાર્તાનો મર્મ. આ રાજકુમાર એટલે આપણા ચિંતનના જરકસી જામા અને અર્થનો સાફો પહેરી પત્રોની પવનપાવડી પર ઉડતો વિચારોનો રાજકુમાર ! આ વિચારકુમાર જ તો મનના અનેક બંધનો તોડીને સમજણની રાજકુમારીને બચાવે છે. પત્રો લખવા એતો કળા છે. ના, કળા જ નહી ઉપાસના પણ છે. ગાંધી નહેરુ કે સરદારના પત્રો વાંચીએ તો વિદ્વતા ટપકતી દેખાય અને જિબ્રાનના પત્રોમાં લાલિત્ય પૂર્ણ દર્શનની ઝલક માણવા મળે. કોઇ પણ પત્ર એના લખનારની કક્ષા અને વાંચનારની ભુમિકા સ્પષ્ટ કરે છે. ક્યારેક મુસાફરી વેળાએ વાહનમાં જગ્યાના અભાવે ટપાલોના થેલાઓ પર બેસવાના પ્રસંગો બન્યા છે ત્યારે વિચાર આવતા. સામાન્ય માનવીના પત્રોમાં પણ કેવી અવનવી