Posts

Showing posts from November, 2020

મળવા જેવા માણસ

મળવા જેવા માણસ : શ્રી ભગવાનજીભાઇ જેસલપૂરા ગુજરાતની મધ્યમાં આવેલાં વિરમગામ તાલુકાનું વડગાસ ગામ.ભારતના અનેક ગામડાં જેવું જ. જાતિ વૈવિધ્ય,થોડી દુકાનો, વરસાદ આધારિત ખેતી સામાન્ય અને ભોળા ગ્રામજનો, નાના પ્રશ્નો અને સમાધાનની પંચાયત વ્યવસ્થા બધું જ અન્ય ગામડાંઓ જેવું જ. વડગાસમાં ૧૯૫૩માં એક સામાન્ય પરિવારમાં જન્મ લઈ જીવનની અનેક ચડતી પડતી જોઈ ચુકેલા શ્રી ભગવાનજીભાઈએ સમગ્ર કારકિર્દી દરમિયાન વિવિધ પ્રાથમિક શાળાઓમાં આચાર્યપદ શોભાવ્યું છે. જુની એસએસસીની પરિક્ષા પછી પિતાની છત્રછાયાની ગેરહાજરીમાં સીએન વિદ્યાલય, અમદાવાદમાં પીટીસીનો અભ્યાસક્રમ કરનાર શ્રી ભગવાનજીભાઇએ જીવણગઢ નામના નાનકડાં ગામની પ્રાથમિક શાળામાં કારકિર્દીના પ્રારંભે લગભગ પંદર વર્ષ સુધી આચાર્ય પદે કાર્ય કર્યું. આજે જ્યારે શિક્ષણજગતમાં પ્રવેશી ગયેલાં વ્યાપારીકરણ  વચ્ચે આચાર્ય 'લાચાર્ય' સાબિત થઈ રહ્યા છે ત્યારે નિષ્ઠા અને સંકલ્પના બળે 'શિક્ષક કભી સામાન્ય નહી હોતા ' એ વિધાનને ચરિતાર્થ કરનાર શ્રી ભગવાનજીભાઇ ગાંધી મુલ્યોમાં અપ્રતિમ શ્રધ્ધા ધરાવે છે. એ પછી બીજા નાના ગામ નાની મજેઠીમાં દસ વર્ષ અને ૧૯૯૮થી પોતાની જન્મભુમિ વડગાસને જ ક

સાંજનું સ્વરૂપ

  માણસ સંસ્કૃતિની પગથારે ચાલતો થયો ત્યારથી ચોવીસ કલાકના ચોકઠાનો ઓશિયાળો બની ગયો. માણસના બે પગ ઘડિયાળના બે કાંટાના ગુલામ બન્યા. માણસ હંમેશા દોડતો થઈ ગયો અને સમયને હંફાવવાના પ્રયત્નોમાં પોતે હાંફતો રહ્યો, પણ આપણે તો વાત કરવી છે આ ચોવીસ કલાકમાંથી સૌથી વધુ વૈવિધ્ય ધરાવતી સાંજ વિશે. સવાર, બપોર, સાંજ, સંધ્યા, રાત, મધરાત, ઉષાકાળ વગેરેમાંથી સૌથી વધુ વૈવિધ્ય સમૃદ્ધિ જો કોઈની પાસે હોય તો તે છે સાંજ. કવિઓનો પણ માનીતો સમય છે આ સાંજ. ‘અણગમતું આયખું લઈ લો ને નાથ, મને મનગમતી સાંજ એક આપો…’, કે ‘ધારો કે એક સાંજ આપણે મળ્યા અને આપણે હળ્યા..’ કે ‘જીવનની સમી સાંજે મારે જખ્મોની યાદી જોવી’તી…. કે ‘તમે સાંજે મળો તો મને એકલા મળો કે મારા દિવસ આખાને વળે હાશ….’ કેટકેટલાં રંગરૂપ છે આ સાંજના. પ્રેમીઓને મેળાપનો આ ઉત્તમ સમય મનાય તો નોકરિયાતો માટે અને પેલા પંખીઓ માટે પણ સાંજ એટલે માળામાં પાછા ફરવાની વેળા. વેપારીઓ માટે ‘ઘરાકીનો સમય’ ! પ્રબુદ્ધો માટે આ ચિંતનનો સમય અને બાળકો માટે બાળપણને સોળે કળાએ ખિલવા દેવાનો સમય ! કદાચ શ્રદ્ધાંજલિ માટે પણ આ સમય શ્રેષ્ઠ ગણાતો હશે તેથી જ તો સાદડી કે બેસણું કે શોકસભા પણ મોટેભાગે સાંજે જ હ

નવ વર્ષ પ્રારંભે

Image
 

બદલા પદ્ધતિ

 બદલા પદ્ધતિ  માનવીએ સભ્ય સમાજની રચના કરી એના શરૂઆતના વર્ષોમાં ચલણી નાણું અસ્તિત્વમાં નહોતું આવ્યું. લોકોના રોજ-બરોજના વ્યવહારો બદલા પદ્ધતિથી ચાલતા રહેતાં. જે બાર્ટર સિસ્ટમથી પણ જાણીતી છે એ પ્રથા અસ્તિત્વમાં હતી. સમય જતા માનવીએ ચલણની શોધ કરી વાણિજ્ય જગતમાં ક્રાંતિ કરી. ઘણી વખત વિચાર આવે કે આજે જે સુખ કે સુવિધા આપણે માણી રહ્યા છીએ એમાં જન્મ પાછળ માણસજાતે કેટલી પ્રસવ પીડા વેઠી હશે ? થોડા આંકડા દબાવી ફટ દઈને પ્રિયજન સાથે સંવાદ,વાતચીત કરી શકાય છે એ એક ઘટનાના મૂળમાં કેટલી વ્યથાઓ અને ચિંતાઓ ખાતર તરીકે ઠલવાઈ હશે ? ક્યારેક પેટ્રોલ પંપ ઉપર એવો પણ વિચાર આવે કે વાહનની ટાંકીમાં ઠલવાતું આ પ્રવાહી કેટલા વર્ષો સુધી જમીનના પેટાળમાં વલોવાયું હશે ? થોડા લાગણીશીલ બની વિચારીએ તો એમ પણ થાય કે એક વાર્તા કે કવિતા, એક ચિત્ર કે કલાકૃતિ કેટલી બધી માનસિક પ્રક્રિયાનો પરિપાક હશે  પણ વાત આપણે તો કરવી છે બદલા પદ્ધતિની.એક પ્રશ્ન મનમાં ઘૂમરાયા કરે છે.  શું બદલા પદ્ધતિ નાબૂદ થઈ ગઈ છે ? નિરીક્ષણ કરીએ તો એવું લાગે છે કે પ્રકૃતિએ તો તે હજુ ચાલુ રાખી છે. બદલા પદ્ધતિ કુદરતના કણકણમાં વ્યાપ્ત છે. માટી વૃક્ષને પોષે છે તો વૃક્ષ

કરૂણરસનો શૃંગાર

  ફેન્સી ડ્રેસ ચાળીસ વર્ષ પછી અમે શાળાના મિત્રો મળ્યા, ફેન્સી ડ્રેસ પાર્ટીમાં. કોઈ મિયાં ફુસકી બનેલો,કોઈ તભા ભટ્ટ નટુ હેડમાસ્તર,સુજાતા સિન્ડ્રેલા. હું બનેલો ખૂંધિયો રાક્ષસ. ઝાઝો મેક અપ નહોતો કરવો પડ્યો જોકે. "યાદ છે પેલો બાથરૂમ ? પહેલે માળ? દીવાલ પર લીટી દોરેલી ને લખેલું : તમારો ફુવારો અહીં સુધી પહોંચે તો બંબાવાળા બનો " "અને નટુ ! માસ્તરે કેવો તતડાવેલો:ચોપડી કોરી કેમ ? તો કહે: સર, તમે પાટિયા પર લખ્યું, મેં ચોપડીમાં લખ્યું. પછી તમે પાટિયું ભુંસી નાંખ્યું -----" નટુ કોકાકોલાની બાટલી દાંતથી ખોલતો આજે હસવા જાય તો ડેંચર બહાર આવે છે. દુષ્યંત આંક અને પલાખાં કડકડાટ બોલતો હવે પોતાનું નામ પણ યાદ નથી. સુજાતા સ્મિત કરે ને શરણાઈઓ ગૂંજતી હજી કુંવારી જ છે. હર્ષ તો હાઇજમ્પ ચેમ્પિયન ! નવમે માળેથી કૂદ્યો. મેનકા બ્લાઉસ પર પતંગિયાનો બ્રોચ પહેરતી હવે એને એક જ સ્તન છે. બાર વાગ્યા સુધી ચાલી અમારી ફેન્સી ડ્રેસ પાર્ટી થોડી પળો સુધી અમે બાળપણ પહેરીને મરણને છેતર્યું -ઉદયન ઠક્કર વધતી ઉમ્મર, ઢળતા ખભા, વિલંબિત લયમાં ચાલતા પગ, ચહેરા પર વિતી ગયેલા સમયના ચાસ જેવી કરચલીઓ.. વધતી વય એટલે જીવન સફરનો એક

સર્જકનું મનોજગત

 સર્જકનું મનોજગત એક વાત તો સર્વસ્વીકૃત છે કે કોઈ પણ સર્જક કે કલાકાર પોતાની કૃતિના સર્જનની પ્રક્રિયા દરમિયાન ઈશ્વરની સૌથી વધુ નજીક હોય છે. કશુંક અવ્યક્ત હોય તેને વ્યક્ત સ્વરૂપ આપવું એ જ તો ઈશ્વરી કૃત્ય કહેવાય ને ? શબ્દ એ સર્જનનું માધ્યમ છે અને શબ્દ જ્યારે તેના કર્તાની નાભીમાંથી બહાર આવે છે ત્યારે બ્રહ્માંડના નાદ સાથે તેનું એક્ય સધાય છે.  કવિ હંમેશા ઝંખના અને પ્રાપ્તિ વચ્ચે આંદોલિત થતો રહ્યો છે એક એવી ઝંખના જ કદી તૃપ્ત થવાની નથી તેની વેદના કવિના શ્વાસ સાથે વણાઈ જાય છે. કવિને એક એવા નિર્ભેળ સંબંધની ઝંખના હોય છે કે જેમાં લયબધ્ધ સ્પંદનોની સજાવટ હોય, સમાન વૈચારિક કક્ષાએ વિહરતું મૈત્રી જગત હોય અને પારસ્પરિક સમજણની સુમેળભરી સુરાવલીઓ વહેતી હોય . કોઈ મને સમજે એવી અપેક્ષામાંથી પ્રગટતી વ્યથા અને વ્યાકુળતા પણ ક્યારેક કવિ પાસે કાવ્ય લખાવે છે. તો અપાર ભીડમાંથી ચોરી લીધેલું ચપટીક એકાંત પણ કવિને એટલું જ વહાલું હોય છે. કોઈ કવિતા કાગળ પર શબ્દદેહ ધારણ કરે તે પૂર્વેની કવિની મથામણ મેં જોઈ છે અને અનુભવી પણ છે. જીવનની પ્રત્યેક ઘટનાઓને સંવેદનશીલતાના ત્રાજવે તોલવાની કવિને આદત હોય છે. ધારદાર સંવેદનોને કારણે પ્રગ

સંવાદિતા વિષે એક સંવાદ

Image
  સંવાદિતા વિષે એક સંવાદ  હમણાં એક મુસાફરી કરતી વેળાએ મન વિચારે ચડ્યું. અમે જે વાહનમાં હતા તેમાં એક બીજાથી અજાણ્યા એવા આઠેક મુસાફરો હતા. તેમાંથી છ પાસે મોબાઇલ ફોન હતા. વારાફરતી કોઈ કોઈ ફોનમાં રીંગ વાગતી રહેતી અને ફોન પર વાતો થતી રહેતી. જ્યારે એક પણ વ્યક્તિના ફોનમાં રીંગ ન વાગે ત્યારે વાતાવરણ સ્તબ્ધ થઈ ગયું હોય તેવું લાગતું. ટેક્નોલોજીની આ તે કેવી કમાલ કે સાવ પાસે બેઠેલા એક ચૈતન્યસભર અસ્તિત્વ સાથે સંવાદ સ્થાપવો મુશ્કેલ અને દૂરના કોઈની સાથે હાથ વગો સંપર્ક !! બદલાતા સમયની આ તાસીર છે. આજથી થોડા જ વર્ષો પહેલા એક ઘરનો પ્રસંગ આખી શેરીનો પ્રસંગ બનતો અને એક ઘરની પીડા  પર સૌને આંસુ સારતા જોયાને કઈ સદીઓ નથી વીતી ગઈ. માણસનો તેના આસપાસના વિશ્વ સાથે જીવંત સંપર્ક રહેતો. બે-ચાર દિવસ બહાર જઈ આવ્યા પછી આસપાસના બધાને મળી લેવાની આપણને તાલાવેલી લાગતી. માણસ બીજા માણસ સાથે કે આસપાસના નાનકડા વિશ્વ સાથે કોઈ જ કારણ વગર જ જોડાયેલો રહેતો. આજના સમયમાં પ્રવૃત્તિઓનો વ્યાપ વધવાની સાથેસાથે ટીવી અને ફોન જેવા ઉપકરણોને કારણે કોઈ જ દેખીતા કારણ વગર આપણે વ્યસ્ત રહેવા લાગ્યા છીએ. માણસ જો માત્ર અન્યથી અલગ રહેવા લાગે તો બહુ વા

ઉત્સવ એટલે થાક ઉતારવા ની ઘડી

  ઉત્સવ એટલે થાક ઉતારવા ની ઘડી માનવ સમાજ વ્યવસ્થા અસ્તિત્વમાં આવી ત્યારથી ઉત્સવ એ સમાજ વ્યવસ્થાનું મહત્વનું અંગ રહ્યા છે. સમગ્ર સમાજ વ્યવસ્થા જ્યારે સંપૂર્ણપણે કૃષિ આધારિત હતી. ત્યારે ખેતીના તનતોડ કામમાંથી નવરા થઇ સૌની સાથે આનંદની પળો વીતાવવાની વૃત્તિમાથી તહેવારોનો જન્મ થયો હશે અને એ માટે સમય પણ એવો પસંદ થયો કે જે તે ભૌગોલિક વિસ્તાર અને ખેતીના સમયપત્રક પ્રમાણે ખેતી આધારિત પ્રજા પાસે કંઈક આવક પણ પહોંચી હોય. એ સમયે તહેવારો આજની જેમ રજાના કેલેન્ડરના કે પ્રવાસ આયોજકોના ઓશિયાળા ન હતા. સૌ સાથે મળીને આનંદ પૂર્વક દિવસો પસાર કરે થોડી ધાર્મિક પ્રવૃત્તિ પણ થાય અને સામાજિક તાણાવાણાના મજબૂત બને એ માટે તહેવારોની ઉજવણીનો વિચાર આવ્યો હશે એ પ્રદાનને પણ ચક્રની શોધ જેટલું જ મહાન ગણાવું જોઈએ. વિશ્વના જે ભાગમાં મોસમ અનિશ્ચિત છે એ પ્રદેશોમાં તહેવારોની ઉજવણી મોસમની અનુકૂળતા પ્રમાણે થઈ ત્યારે આપણા ભૂ-ભાગમાં મોસમ સમઘાત હોવાની કારણે મોસમના બદલાવની પ્રમાણે નહીં પણ ધર્મ સાથે જોડીને તહેવારો ઉજવાતા રહ્યા છે. જોકે ઘણા તહેવારોને ઋતુ સાથે સંબંધ છે જ. જેમકે આપણે શરદ પૂનમ શરદ ઋતુના અનુસંધાને અને વસંત પંચમી વસંત ઋતુ મુજબ

મુલાકાત

Image
 મારો અનુભવ છે કે કેટલાક વ્યક્તિત્વ ઉર્જાના સ્ત્રોત જેવાં હોય છે. એટલે જ્યારે તક મળે ત્યારે આવાં વ્યક્તિવિશેષને મળી ઉર્જાપ્રાપ્તિનો અનુભવ લીધો છે એવી કેટલીક મુલાકાતો.. લોકપ્રિય નેતા અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી લોકપ્રિય લેખક ચિંતક પદ્મશ્રી ગુણવંત શાહ સાથે યાદગાર ક્ષણો તબીબ ઋષિ પદ્મશ્રી ડૉ. એચ એલ ત્રિવેદી પરમ શ્રદ્ધેય શ્રી મોરારિબાપુ.. પ્રખર ચિંતક લેખક અને નિબંધકાર પદ્મશ્રી પ્રવીણ દરજી હળવી શૈલીમાં માર્મિક જ્ઞાન રજુ કરવાના નિષ્ણાત પદ્મશ્રી શાહબુદ્દીનભાઈ રાઠોડ રાજભવન ગુજરાત ખાતે તત્કાલીન રાજ્યપાલ માનનીય શ્રી ઓમપ્રકાશ કોહલીજી સાથેની સુંદર પળો