Posts

Showing posts from May, 2012

લાચારી

હમણાં એક સરસ વાક્ય નજરે પડ્યું.  ‘ ના પાડવી ન ગમે એવી વ્યક્તિ કઈક માગે અને એ ન આપી શકાય ત્યારની લાચારી બહુ જ ખરાબ અનુભવ છે. ’   જીવનમાં જાતજાતની લાચારી આપણે સૌ અનુભવી હોય છે. મરીઝની એક ગઝલમાં પણ લાચારી અંગે એક શેર છે કે ‘ એવો કોઈ દિલદાર નજર આવે નહી , આપી દે જે કિન્તુ લાચાર બનાવે નહી ‘ આપણી સામે બનતી કોઈ ઘટના અંગે કશુક કરવાની પ્રબળ ઇચ્છા હોવા છતાં કશું જ કરી ન શકીએ એવા પ્રસંગો સૌના જીવનમાં બનતા જ હોય છે. મને બે-ત્રણ દાયકા પૂર્વેની એક ઘટના યાદ આવે છે જેનો હું સાક્ષી છું. ગુજરાતી ભાષાના એક મૂર્ધન્ય કવિ ભાવનગર આવ્યા હતા. એમના વકતવ્ય બાદ એક કિશોરે પોતાની શાળાની નોટ-બુકમાં એ વિદ્વાન કવિના હસ્તાક્ષર માટે વિનંતી કરી. બહુ જ લાપરવાહી સાથે એ કવિએ કહી દીધું કે હૉલની બહાર મારા પુસ્તકો વેચાય છે એ ખરીદ કરીને આવો એમાં હસ્તાક્ષર કરી આપીશ. પુસ્તકોના પ્રચાર અને પ્રસાર માટેના એક વિચાર તરીકે આ વાતનો વિરોધ ન કરી શકાય પણ પેલો કિશોર કદાચ મોંઘા ભાવનું ખરીદી શકે તેમ ન હતો અને પોતાને જેમના પ્રત્યે આદર છે એવા વ્યક્તિત્વને મળ્યાની ક્ષણ એ જીવનભર સાચવી લેવા માગતો હતો પણ કવિશ્રીના જવાબથી તેના ચહેરા પર જે લાચારી

લોકશાહીની પરિપકવતા

લોકશાહીની પરિપકવતા આપણાં દેશમાં લોકશાહીની સ્થાપનાને છ દાયકાથી પણ વધુ સમય થયો. આમ તો કોઈ પણ રાજ્યવ્યવસ્થાના મૂલ્યાંકન માટે આ બહુ ઓછો સમયગાળો કહેવાય તો પણ આટલા વર્ષોમાં લોકશાહી યુવાન અને પરિપકવ થઈ છે કે કેમ એ ચકાસવું જ જોઈએ.  બહુ જ પ્રચલિત વ્યાખ્યા અનુસાર “ લોકશાહી એટલે લોકો માટે , લોકો દ્વારા અને લોકો વતી ચાલતી વ્યવસ્થા” પણ હકીકતમાં એવું થયું છે ખરૂ ? ક્યાંક ચૂક રહી ગઈ છે એ ચોક્કસ ! એક બહુ સરસ વાક્ય અંહી યાદ આવે જ. “ Bad Officials are elected by those who do not vote. “  પણ રોગના મૂળ અંહી જ છુપાયેલા છે. પંચાયતીરાજનો ખ્યાલ એ પ્રથમ પ્રધાન મંત્રી શ્રી નહેરુનું સપનું હતું. પંચાયતી વ્યવસ્થા દ્વારા પ્રજાની સત્તાની ભાગીદારીનો એમનો ઉમદા ખ્યાલ હતો અને ચૂંટણી એ લોકશાહીના મંદિરની પુજાવિધિ હતી. લોકશાહીની વાત હોય કે પંચાયતીરાજની વાત હોય , છ દાયકાઓ પછી આજે ચૂંટણી એ લોકશાહીના ચાલક-બળની બદલે મારક-બળ તરીકે વરવા દ્રશ્યો સર્જી રહી છે. લોકમતની પારાશીશી તરીકે યોજાતી ચૂંટણીઓ અંતે તો વિભાજન અને વૈમનસ્યનું કારણ બની ગઈ. જેને કારણે વિકાસની ગાડી ધીમી પડી ગઈ કે રોકાઈ ગઈ કે પછી સાવ ફંટાઈ જ ગઈ..!! આ તો લગામ