Posts

Showing posts from June, 2013

વિચાર વલોણું

વિચારો આવવા અને વિચારો કરવા બંને અલગ બાબત છે હમણાં હમણાં કેટલીક ઘટનાઓ વિચાર કરવાની ફરજ પાડે છે. એક તો ગુજરાતની ચૂંટણીના અનુસંધાને ચાલતું શબ્દ-યુધ્ધ સાથે સાથે ધાર્મિક તહેવારોના આ દિવસોમાં જોવા મળતા શ્રધ્ધાવિહીન દ્રશ્યો પણ પીડા આપે છે. ઘટનાઓ આપણી આસપાસની જ છે. ગુજરાતની ચૂંટણીઓના અનુસંધાને ‘વિકાસ’ અને ‘અન્યાય’ એ બે શબ્દો નાનાનાના બાળકો પણ બોલવા લાગ્યા છે એ કદાચ આ પ્રચાર-યુધ્ધની મોટી ઉપલબ્ધિ છે. ભારતમાં લોકશાહી હજુ પરીપકવ થઈ નથી એવું સતત લાગ્યા જ કરે છે. સમાચાર માધ્યમો વચ્ચેની ગળાકાપ હરીફાઈ અને વિવાદમાં રહેવાની નાદાન નેતાઓની ખાસિયતથી મતદારોનું અરણ્યરૂદન કોઈ સાંભળતું નથી અને સાંભળવા માગતું પણ નથી એ વરવું સત્ય છે. વર્તમાન રાજકારણમાં કોઈ રાજ્યકર્તાની ઉપલબ્ધિનો ખેલદિલ સ્વીકાર અને સત્તાના દુરૂપયોગ થયો હોય તો એ માટે દિલગીરી બંને પરિસ્થિતી દુર્લભ બની ગઈ છે. આ વાત નીકળે ત્યારે હમેશા શિક્ષણના અભાવ પર વાત કેન્દ્રીત થતી હોય છે પરતું કેટલા શિક્ષિત મતદારો નીષ્ઠાપૂર્વક મતદાન કરે છે? મતદાનની ઓછી ટકાવારી આપણા કહેવાતા શિક્ષિત લોકોની નિષ્ક્રિયતા જ બતાવે છે. પહેલા ધનિક વર્ગ મતદાનથી અળગો રહેતો હતો પણ હવે ઉચ

વિકાસ અને સંતુલન

વિકાસ અને સંતુલન હમણાં હમણાં આ શબ્દ સમાચાર માધ્યમોનો માનીતો શબ્દ બની ગયો છે. નવી પેઢીને આકર્ષવાની તાકાત “વિકાસ” શબ્દમાં છે અને એ સત્ય તમામ રાજકીય વ્યક્તિઓને સમજાઈ ગયું છે. આમ તો માનવજાતની વિકાસ માટેની અભિપ્સામાથી જ નવી નવી શોધખોળો થતી રહી છે. હજુ કઈક વધુ સુવિધા એટ્લે વિકાસ એવી સ્થૂળ વ્યાખ્યા પ્રચલિત બની ગઈ છે. પણ અભ્યાસુઓએ સંશોધકોએ વિકાસની સંવાદિતાનો નવો આયામ, નવી સમાજ, નવી વ્યાખ્યા અને નવો દ્રષ્ટિકોણ આપવા પ્રયાસ કર્યા છે. સુવિધાઓ વધે પણ એ સુવિધાઓ આસપાસના વાતાવરણ અને પ્રકૃતિ સાથે તાલમેલ ન બેસાડી શકે તો જે સંવાદિતા ખોરવાય એના પર વિચાર કરાય એ જરૂરી છે. સાદી ભાષામાં કહીએ તો બાળક મોટું થાય એટ્લે એનો વિકાસ થયો કહેવાય પણ જો બાળકના બંને હાથની લંબાઈ સરખી માત્રામાં ન વધે તો એ વિકાસ ખરો પણ અસંતુલિત વિકાસ કહેવાય છે. ઉમર વધે પણ સમજણ ન વધે એવી વ્યક્તિઓને સામાન્ય ગણવામાં નથી આવતી. એ જ વાત મોટા ફલક પર પણ લાગુ પડે છે. રસ્તાઓની ગુણવત્તા સુધરે, નવા નવા ધંધારોજગાર વિકસે, પરિવહન વ્યવસ્થા વધુ સારી બને આ બધી માળખાગત વિકાસની નિશાની છે પરંતુ આ બધાનો ઉપયોગ વિવેકપૂર્ણ રીતે ન કરવામાં આવે તો? ટેક્નોલોજીના

પરિવાર...

આદિમાનવ તરીકે જીવતો માણસ સુસંસ્કૃત અવસ્થા સુધી પહોંચ્યો એ પ્રક્રિયા દરમિયાન પરિવારની કલ્પના સાકાર થઈ. આદિવાસી તરીકે જીવતો માણસ પોતાના સાથી-સમૂહના રક્ષણ અને પોષણ માટે સામુહિક પ્રયાસો કરતો હશે પરંતુ એ સમૂહ પણ કાળક્રમે નાના નાના સમુહોમાં વિભાજીત થતો થતો આજે આપણે જેને પરિવાર કહીયે છીએ એ રૂપમાં આકાર પામ્યો હશે. “વસુદૈવ કુટુંબકમ” એ સૂત્ર સાથે પરિવારની સંકલ્પનાને ‘પૃથ્વી પર વસતો બૃહદ પરિવાર’ એવા અર્થમાં ઋષિએ પણ નોંધી છે. આપણા સૂર્યને પણ નવ ગ્રહોનો પોતાનો પરિવાર છે જ ને? માનવ પરિવાર નામની સંસ્થા અસ્તિત્ત્વમાં આવ્યા ને હજુ થોડા હજાર વર્ષ જ થયા છે પરંતુ અનેક ચડાવ-ઉતાર બાદ પણ પરિવારનો વિચાર હજુ ટકી રહ્યો છે. આ પરિવારનું મહત્વ સમજાવતો એક સરસ શેર મારા મિત્ર કવિ શ્રી હરીશ જસદણવાળાએ લખ્યો છે. સૂર્યથી વહેતા કિરણ રોકાય તો રોકી જુઓ ઘર તરફ વળતા ચરણ રોકાય તો રોકી જુઓ  પરિવાર તરફ જઈ રહેલા ચરણોમાં જે ઉર્જા સંચાર થતો હોય છે એ ઉર્જા પરિવાર પ્રત્યેના મમત્વમાંથી આવે છે અને પરિવારનું સર્જન જ મમત્વના પાયા પર થયેલું છે. પરિવાર સલામતી આપે છે, હૂંફ આપે છે. પરિવાર એટ્લે કુટુંબ થાકેલા માટે વિસામો છે અને ભાંગી પડ