Posts

Showing posts from May, 2015

સીમાઓનું ઉલ્લંઘન

Image
સીમાઓનું ઉલ્લંઘન   થોડાં દિવસ પહેલાં ડો કૈલાશ સત્યાર્થી અને કુ. મલાલા યુસુફઝાઈને નોબલ પરિતોષક વિતરણનું જીવંત પ્રસારણ જોયું. બંને એ પોતાના પ્રવચનમાં જે વાતો કહી એ સીધી એમના દિલમાથી આવતી હોઇ એમાં સચ્ચાઈનો રણકો અને આત્મવિશ્વાસ ભારોભાર જોવા મળ્યા. એમની વાતોમાં ન હતો કોઈ આડંબર કે ન હતી સારા સારા શબ્દોની ગૂંથણી. એ લોકોએ જે વિપરીત સંજોગોનો સામનો કર્યો એ ક્ષણે એમની મનોસ્થિતિ કેવી હશે એ વિષે વિચાર્યું. સામે મતિભ્રષ્ટ માણસો મશીનગન લઈને ઊભા હોય અને એ ક્ષણે જેણે હજુ દુનિયા જોઈ નથી એવી એક નિર્દોષ કન્યા શું જવાબ આપે? મલાલા એ કહ્યું કે એ ક્ષણે મને વિચાર આવ્યો કે હવે મરવાનું જ છે તો શા માટે સાચી વાત કહી ને ન મરવું? કલ્પના તો કરો કે સામે મોત હોય અને એ સમયે સત્યનિષ્ઠા વિષે ક્ષણાર્ધ માટે પણ વિચારવું? બસ એ ક્ષણ જ હોય છે સત્યના સાક્ષાત્કારની ક્ષણ. અપહરણ કરાયેલા કે ગુલામીમાં જોતરાયેલા કુમળા બાળકોને મુક્ત કરાવવા સામે ચાલીને જોખમો વહોરી લેતા સત્યાર્થીજીને મંદિરે જવાની ક્યાં જરૂર જ પડે? એમણે કહ્યું કે એક બાળાને અપહરણકારો પાસેથી છોડાવીને જઈ રહ્યા હતા ત્યારે એ બાળાએ પૂછેલા પ્રશ્નથી હું હચમચી ગયેલો. એ બાળાએ એ