Posts

Showing posts from January, 2013

લાઈફ ઑફ પાઈ

લાઈફ ઑફ પાઈ – પ્રણવ ત્રિવેદી હમણાં રજૂઆત પામેલ આ ચલચિત્ર લગભગ સૌએ જોયું હશે. પ્રાથમિક દ્રષ્ટિ એ એક કથાનક અને ત્રિ-પરિમાણીય રજૂઆતથી એક મનોરંજક ફિલ્મ લાગે પરંતુ ઈશ્વર અંગે થતાં પ્રશ્નો અને અલગ અલગ ધર્મમાં અલગ અલગ માન્યતાઓ વચ્ચે ઉભરતું એક સનાતન સત્ય એ આ સમગ્ર વાર્તાનું હાર્દ લાગે છે. વિચાર કરતાં એવું લાગે કે કેટલી બધી વાતો આ બે કલાક ની વાર્તામાં સમાવી લેવાઈ છે ! વાસ્તવમાં મને તો એ ચલચિત્ર ‘લાઈફ ઓફ આઈ’ (Life of ‘I’) લાગ્યું છે. આ પૃથ્વી પર જન્મતું દરેક માનવ બાળ જે રીતે જીવનના પ્રવાહમાં વહે છે એનું નિરૂપણ હોય એવું પણ લાગે છે. શરૂઆતમાં માતાપિતાની માન્યતાઓ અને અનુભવોના આધાર પર ઘડતર અને પછી પરિવારનું છુટી જવું, દુનિયાના અફાટ સમંદરમાં મર્યાદિત સાધનો વડે ટકી રહેવું એની જ આ વાર્તા નથી શું ? અને એ ટકી રહેવાની મથામણમાં ભય(વાઘ) અને ભય આપનારનું અનાયાસે પોષણ એ આપણો સૌનો અનુભવ છે. જીવનની આ અફાટ જલરાશીમાં સફર કરતાં કરતાં આપણે પણ અનેકાનેક સૂર્યોદય અને સુર્યાસ્ત આપણી આસપાસ જોતા જ આવ્યા છીએ ને ? સમય પસાર થતાં થતાં ચહેરો-મહોરો બદલાય જાય છે અને ગુમાવેલી અનેક ચીજો સામે નવી નવી ઉપલબ્ધીઓ જીવવાનું કારણ બન