Posts

Showing posts from May, 2021

ગતિ અને ગંતવ્ય

ગતિ અને ગંતવ્ય એક સરસ સવાલ કોઇકે પુછ્યો છે કે એવું ક્યુ કાર્ય છે જે સમગ્ર જીવસૃષ્ટિ એક સાથે કરતી હોય છે? જવાબ માટે અનેક વિકલ્પો છે પણ મને સૌથી વધુ બંધબેસતો લાગ્યો એ જવાબ આ છે. *સમગ્ર જીવસૃષ્ટિ એક સાથે ગતિ કરી રહી છે*. જીવન એ ગતિ નો પર્યાય છે. ગતિ અટકી એટ્લે જીવન અટક્યું. અરે માત્ર જીવની જ વાત શા માટે? વાયુ કે અગ્નિ કે જળનું અસ્તિત્વ જ ગતિશીલતા પર આધારિત છે. બ્રહમાંડમાં ગ્રહો, ઉપગ્રહો, સૂર્યમાળાઓ, સઘળું ગતિમાન છે અને એટલે જ એ છે. અંહી એક સુક્ષમ તફાવત સમજવો રહ્યો. સ્થિરતા અને ગતિહીનતા બંને અલગ બાબત છે. સ્થિરતા એ સમતોલપણા સાથે સંકળાયેલી ઘટના છે જ્યારે ગતિહીનતા એ નિર્જીવપણાની નિશાની છે. જમીન સ્થિર છે પણ નિર્જીવ નથી કારણકે પૃથ્વી પોતે ગતિમાન છે. એટલે જ કદાચ શાસ્ત્રો  “ચરેવૈતી...ચરેવૈતી..“ ઉચ્ચારે છે.     કાળની કેડી પર સતત ચાલવું એટ્લે જ જીવવું. અંહી ગતિ એ ઝડપના અર્થમાં નથી પણ વૃધ્ધિના અને વિકાસના સંદર્ભમાં છે. એટલા માટે જ ઘણા શબ્દ પ્રયોગોમાં “ચાલવું” સમાવિષ્ટ છે. જેમકે મગજ ચાલવું, બુધ્ધિ ચાલવી, શ્વાસ ચાલવા, શું ચાલે છે ?, બસ સારું ચાલે છે. વગેરે.  હમણાં એક વડીલની ખબર પૂછવા જવાનું બન્યું ત્ય

સુખદ સંસ્મરણ

Image
 

ભરતકામ

 ભરતકામ... મારા બાળપણ દરમિયાન અમારાં પરિવારની આર્થિક પરિસ્થિતિ બહુ સારી ન હતી. પરિવારના યોગક્ષેમ માટે મારી માતા પણ પોતાના ફાજલ સમયમાં ભરતગુંથણનું અને નાના મોટા કપડાં સીવવાનું કામ ઘરે રહી કર્યા કરતી.  અમારા ઘરમાં લાકડાની ઊંચા પાયાવાળી એક ખુરશી હતી. તેના પર બેસીને મારી માતા ભરત ગુંથણનું કામ કર્યા કરતી જેથી કપડું જમીન પર પથરાઈને ધૂળવાળું ન થાય. ત્યારે મારી ઉંમર બહુ બહુ તો ત્રણ કે ચાર વર્ષની હશે. એ ઉંચી ખુરશીના પાયા પકડી હું જોયા કરતો કે એક મોટા કપડાં પર ભરત કામ માટે ખાસ બનાવેલી રિંગમાં કપડાને ગોઠવી, રિંગની વચ્ચે મારી માતા દોરાથી કંઈક કર્યા કરતી. તે સમયની બાળસહજ સમજથી હું વિચારતો કે માતા આવું ચિત્રકામ મૂકીને મને પોતાના ખોળામાં બેસાડી આખો દિવસ વહાલ કેમ નહીં કરતી હોય? હું ખુરશીના પાયા પકડી આ મૂંઝવણ માતાને કહેતો પણ મા તો માત્ર હસતી રહેતી. પાયા પકડીને ઉભો રહું ત્યારે માના ખોળામાંની પેલી રિંગમાં મને નીચેથી આડાઅવળા અને બિલકુલ ગૂંચવાઈ ગયેલા જુદા જુદા રંગના દોરાઓ જ દેખાતાં. મને એ વાત જરાય સમજાતી નહીં કે તદન વિચિત્ર લાગતા આ ભરતકામની માટે માતા મારી ઉપર ધ્યાન કેમ નહીં આપતી હોય ? મને ખૂબ જ ગુસ્સો ચડતો