એક ચિંતન
એક ચિંતન…………………. તાજેતરમાં કેટલીક સંસ્થાઓ, સંગઠનો અને પ્રવૃત્તિઓ વિષે અનેક પ્રકારની વાતો આપણા સુધી પહોંચી રહી છે. વિચારશીલ માણસોને આવી વાતો અવશ્ય ખલેલ પહોંચાડી શકે. વમળો પેદા કરી શકે. પણ કોઇ વિપરીત પરિસ્થિતિની ચિંતા કરવાથી સમસ્યા હલ ન થઈ શકે. ચિંતામાંથી ચિંતન અને મુલ્યાંકન પ્રગટે તો જ રસ્તો મળી આવે. કોઇપણ પ્રવૃત્તિ કે સંગઠન હેતુપ્રધાનતા ગુમાવી વ્યક્તિપ્રધાન બની જાય ત્યારે તેની પડતીની શરૂઆત થાય છે. આ સમયે તેમાં જોડાયેલાં લોકોના "બીઇંગ"ની બદલે "બીકમીંગ"ની બોલબાલા શરૂ થઈ જતી જોવા મળે છે. કોઇપણ પ્રવૃત્તિ કે સંગઠનના ઉચ્ચ સ્થાને બેઠેલી વ્યક્તિ માત્ર લોકસંમતિથી ત્યાં પહોંચે તો તે માત્ર નેતા બની શકે નાયક નહી. મુખ્ય સુત્રધાર પાસે લોક્સંમતિ ઉપરાંત લોકાદર અને લોક્પ્રેમ પણ હોવો જ જોઇએ. જે નેતૃત્વ પાસે આ ત્રિફળા ન હોય તે સંસ્થાનું આરોગ્ય હંમેશા ખતરામાં રહે છે. તમે જે માગો છો તે નહી પણ તમારૂં જેમાં કલ્યાણ હોય તે તમને અપાવવા માટે તત્પર હોય તે જ સાચું નેતૃત્વ. કોઇપણ પ્રવૃત્તિ કે સંગઠન પાસે જો આ ન હોય તો તેનું આયુષ્ય અલ્પજીવી જ રહેવાનું પછી તે કોઇ સંપ્રદાય હોય,રાજકિય પક્ષ હોય કે મ