મળે
ટહુકો એકાદ શોધતાં શોધતાં માળો મળે ને પછી એમાંથી શબ્દ એક પાંખાળો મળે ક્યારેક તો કરી જુઓ લેણદેણનો હિસાબ શક્ય છે જિંદગીના દાખલાનો તાળો મળે એક પીળા વસ્ત્રનો સ્પર્શ ફરી વળે જાણે સિમેન્ટના જંગલોમાં ખીલતો ગરમાળો મળે મુક્તિના કોઇ માર્ગની શોધ નથી કરવી હવે જનમોજનમ આજ દુનિયા ને જંજાળો મળે