નિકળ્યો'તો
અપ્રાપ્યને એક દિ' પામવા નિકળ્યો'તો એટલે કે એ તમને ચાહવા નિકળ્યો'તો ક્ષિતિજના ખાલીપણાની ખબર પડી ગઈ આકાશને એક વાર માપવા નિકળ્યો'તો અશ્રુની એક નદી મળી આવી અચાનક હસ્તરેખાને જ્યારે વાંચવા નિકળ્યો'તો સૂર્ય જેવો સૂર્ય પણ લ્યો, થાકી ગયો અંધકારનો ભેદ એ પામવા નિકળ્યો'તો નહોતી ખબર કે રણ પણ સાથે આવશે લૈ મુઠ્ઠીમાં બેચાર ઝાંઝવા, નિકળ્યો'તો