વિચાર વલોણું
વિચારો આવવા અને વિચારો કરવા બંને અલગ બાબત છે હમણાં હમણાં કેટલીક ઘટનાઓ વિચાર કરવાની ફરજ પાડે છે. એક તો ગુજરાતની ચૂંટણીના અનુસંધાને ચાલતું શબ્દ-યુધ્ધ સાથે સાથે ધાર્મિક તહેવારોના આ દિવસોમાં જોવા મળતા શ્રધ્ધાવિહીન દ્રશ્યો પણ પીડા આપે છે. ઘટનાઓ આપણી આસપાસની જ છે. ગુજરાતની ચૂંટણીઓના અનુસંધાને ‘વિકાસ’ અને ‘અન્યાય’ એ બે શબ્દો નાનાનાના બાળકો પણ બોલવા લાગ્યા છે એ કદાચ આ પ્રચાર-યુધ્ધની મોટી ઉપલબ્ધિ છે. ભારતમાં લોકશાહી હજુ પરીપકવ થઈ નથી એવું સતત લાગ્યા જ કરે છે. સમાચાર માધ્યમો વચ્ચેની ગળાકાપ હરીફાઈ અને વિવાદમાં રહેવાની નાદાન નેતાઓની ખાસિયતથી મતદારોનું અરણ્યરૂદન કોઈ સાંભળતું નથી અને સાંભળવા માગતું પણ નથી એ વરવું સત્ય છે. વર્તમાન રાજકારણમાં કોઈ રાજ્યકર્તાની ઉપલબ્ધિનો ખેલદિલ સ્વીકાર અને સત્તાના દુરૂપયોગ થયો હોય તો એ માટે દિલગીરી બંને પરિસ્થિતી દુર્લભ બની ગઈ છે. આ વાત નીકળે ત્યારે હમેશા શિક્ષણના અભાવ પર વાત કેન્દ્રીત થતી હોય છે પરતું કેટલા શિક્ષિત મતદારો નીષ્ઠાપૂર્વક મતદાન કરે છે? મતદાનની ઓછી ટકાવારી આપણા કહેવાતા શિક્ષિત લોકોની નિષ્ક્રિયતા જ બતાવે છે. પહેલા ધનિક વર્ગ મતદાનથી અળગો રહેતો હતો પણ હવે ઉચ