Posts

Showing posts from March, 2014

સલામ

Image
સલામ વરસો પહેલાં શ્રી બકુલભાઇ ત્રિપાઠી પાસે થી એક વાત સાંભળેલી. યાદ્શકિતના આધારે તેમના જ શબ્દોમાં લખું છું. " કોલેજમાં મારા દેખાવના કારણે અવારનવાર મારે ભાગે વિધ્યાર્થીઓ માટે મજાક્નું સાધન બનવાનું આવતું. મે નક્કી કર્યું કે કોલેજ બંધ થવાના સમયે ચોકીદારની સાથે જ બહાર નીકળવું. છતાં ક્યારેક ક્યારેક રસ્તામાં કોલેજનો કોઇ વિધ્યાર્થી કે વિધ્યાર્થીની મળી જાય ત્યારે મારા નવા નવા નામ અચુક મારા કાને પડતાં ! જોકે સમય જતાં હું આ બધાંથી ટેવાઇ ગયો હતો. એક દિવસ સાંજે કોલેજમાંથી નિક્ળ્યો. દરવાજાથી થોડે જ દૂર એક વિધ્યાર્થી મળ્યો. આઘાતજનક રીતે તેણે મને ' ગુડ ઇવનીંગ સર ' કહ્યું. આમ તો આવો એકાદ આંચકો તો હું પચાવી શકું છું. થોડે આગળ જતાં જ બીજો વિધ્યાર્થી સામે મળ્યો મારા કાન તૈયાર હતાં બબુચક કે ઠિંગુજી કે ગટુમા ' રાજ કે એવું કશુંક ઉપનામ સાંભળવા માટે. પણ વળી એક આઘાત...તેણે મને ' સર નમસ્તે ' કહ્યું ! થોડે આગળ જ પાનની કેબિનની ફૂટપાથ પર ઉભેલી અમારી કોલેજની તોફાની ટોળકી દેખાઇ. તેમાનાં ઘણાં વિષે હું આચાર્યને ફરિયાદ કરી ચુક્યો છું એટલે તે લોકો મારા વિષે કો...