લેણદેણ

ગઝલ 
મળે પીંછા સરિખો સ્પર્શ અને વેણુ સરિખા વેણ 
ઝંખના છે બસ આટલી પછી ભલે બિડાતાં નેણ 

સમાધાનના સુતરથી સાંધતો રહ્યો છું સંજોગોને 
સાંધો ગણો તો સાંધો અને રેણ ગણો તો રેણ 

સમંદર એટલે તો રોજ રોજ કિનારે આવતો રહ્યો 
પ્રતિક્ષા છે જેની એ જ નદીનાં આવ્યા નહી વ્હેણ 

પંચતત્વનું પરબીડિયું પણ પરત મળ્યુ છે મને 
તું જ કહે હવે કેવી રીતે મોકલાવવું તને કહેણ 

હું મોકલું ધુમ્મસનો દરિયો ને તું મોક્લે સુરજ 
બચી છે આપણી વચ્ચે માત્ર આટલી જ લેણદેણ 

 -પ્રણવ ત્રિવેદી

Comments

Anonymous said…
સુંદર રચના છે....માણવાની મજા આવી ..
Very nice and spiritual creation. This has enflammed my inner thirst to realize the truth and only truth.

http://swaranjali.blogspot.com
Anonymous said…
good