Posts

Showing posts from August, 2006

અષાઢની વાત

નિયતિએ આપણને બે કામ સોંપ્યા છે : "કાં વરસ્યા કરો કાં તરસ્યા કરો !" આ જ નિયતિએ તરસવાનું કામ ધરતીને અને વરસવાનું કામ આકાશને વહેંચી આપ્યુ છે. અત્યારે આકાશે તેનું અવતારકૃત્ય બરાબર શરું કરી દીધું છે.આકાશ વાદળોના ભારથી નીચે આવી ગયું હોય, સૂર્યની ગેરહાજરી વરતાતી હોય, ધરતી પરની વનસ્પતિ શંકરની જટાને માફક આકાશી સ્નેહ વર્ષાને ઝિલી લેવાં તત્પર હોય, આ સમગ્ર વાતાવરણ જાણે કન્યાવિદાયની-આનંદમઢ્યા ગાંભિર્યથી ભરપૂર-ક્ષણો હોય તેવું લાગે છે. અને એ તો એવું જ લાગે ને? કારણકે અંતે તો મેઘરાજાની પુત્રી વર્ષાને અવનિ પરિવારમાં જ વળાવાતી જ હોય છે ને? ધોધમાર વરસવાનું પણ આપણા સૌના ભાગ્યમાં ક્યાં હોય છે. ભીનીભીની લાગણીઓથી કોઇના મન પ્રદેશને નિસ્વાર્થ ભાવે તરબતર કરી દેવાનો પણ એક આનંદ હોય છે. અત્યારે વરસેલાં અષાઢના પહેલાં વરસાદ પછી માટીમાંથી પ્રગટતી સંતૃપ્તિ-સભર સુગંધથી વધારે નશીલી ચિજ દુનિયામાં હોવા વિષે મને શંકા છે. આધુનિકતાની વરવી દોડમાં પ્રકૃતિથી વિમુખ થઈને આપણે શું શું ગુમવ્યું છે તેનાથી કદાચ આપણે અજાણ છીએ. એક ક્ષણ માટે વિચારી તો જુઓ કે આપણી પહેલી આંગળી અને અંગુઠા વચ્ચે વરસો પહેલાં પતંગિયું પકડતી વેળાએ...

એક ગઝલ

એમ તો આપણે સૌ હરતાં ફરતાં હોઇએ છીએ  અર્થ એનો એ તો નથી કે જીવતાં હોઇએ છીએ  અરિસા તો યુગોથી છેતરતાં રહ્યા છે આપણને નથી હોતાં, જેવાં એમાં દિસતાં હોઇએ છીએ  અકબંધ રાખવાં આપણા આનંદોની આબરૂં !  વસ્ત્ર વેદનાનું નિરંતર સિવતાં હોઇએ છીએ  અણગમતાં કૈંક વરસોને લગાવી દઈ દાવમાં  મન મ્હોર્યાની ક્ષણ એક જીતતાં હોઇએ છીએ