મહાન હોવું એટલે……….
મહાન હોવું એટલે………. ઘણાં સમય પહેલાં ભાવનગરમાં બ્લડ બેંકના ઉદઘાટ્ન પ્રસંગે હાજર રહેવાનું બનેલું. વિખ્યાત સંત શ્રી મોરારીબાપુના હસ્તે ઉદઘાટ્ન સંપન્ન થયેલું. તેમણે રક્તદાન કરીને જ બ્લડ બેંકને ખુલ્લી મુકવાનો આગ્રહ રાખેલો તે વાત હજું યાદ આવે છે. આમેય નાની વાતોમાં વ્યક્ત થતી મહાનતા જ એક મહાન વ્યક્તિત્વને આપણી સમક્ષ મુકે છે. આજે વાત કરવી છે એક એવાં જ વ્યક્તિના પત્રની. રક્તદાનની પ્રવૃત્તિ સાથે જોડાવાનું સદભાગ્ય સાંપડ્યું છે. નાનપણથી જ આ કાર્યને અવતારકૃત્યની માફક જીવનમાં વણી લેનાર ભાવનગરના શ્રી માનભાઇ ભટ્ટ પ્રત્યે મનોમન આદર સેવ્યો છે. જ્યારે એક તાલુકા કક્ષાની રક્તદાન સમિતિમાં સ્થાન લીધું ત્યારે એ આદરથી પ્રેરાઇને તેમના આશિર્વાદ માગતો પત્ર તેમને લખેલો. અનેકવિધ પ્રવૃત્તિઓમાં વ્યસ્ત એવાં એ વ્યક્તિત્વનો જવાબ આવશે તેવી સહેજેય અપેક્ષા હતી જ નહી. તેથી જ્યારે તેમનો પત્ર આવ્યો ત્યારે સાનંદ આશ્ચર્ય થયેલું. આમ તો સામાન્ય અને અસામાન્ય માણસો વચ્ચે આટલો જ ફરક હોય છે. મહાત્મા ગાંધી પણ તેમને મળનારા તમામ પત્રોનો જવાબ આપવા માટે વિખ્યાત છે. મને મળેલાં શ્રી માનભાઇના પત્રમાંની બે વાતો મને જીવન પાથેય સમી લાગી છે તે