રજકણ

એક હતો સુરજ ને એક હતું રજકણ
કહો આ બે વચ્ચે કેવું હશે સગપણ

તિવ્રતાથી ઝબકે જ્યારે તારૂં સ્મરણ 
ભિતર કશુંક સર્જાયાની હશે એ ક્ષણ 

 માંડેલી વાર્તા એમ અધુરી રહી ગઈ 
વાતના છેડે કોઇ લખી ગયું છે પણ 

લૈ આટલું જ ખોવાઇ ગયું એક જણ
એક નગર,એક ગલી ને એક આંગણ 

સામ્ય એક જ પીડા ને આનંદ વચ્ચે
કોઇ પણ હો ભિંજાય તો માત્ર પાંપણ

Comments

Anonymous said…
માંડેલી વાર્તા એમ અધુરી રહી ગઈ
વાતના છેડે કોઇ લખી ગયું છે પણ

very nice...
Anonymous said…
khub saras ...........harakh ane dukhna anshu oni vaat sparshi gai...pranavbhai ...