કેફિયત
ગઈ કાલે મને સપનુ આવ્યું...હું મૃત્યુ પછી ઇશ્વર સમક્ષ ઉભો હતો. તેમણે જીવનનો હિસાબ માગ્યો....કવિ હતો ને કવિતા સંભળાવી.. ઔપચારિકતાનો અંચળો ફેંકીને આવ્યો છું રિવાજોની દરેક દિવાલો ઠેકીને આવ્યો છું વિધાતાએ લખ્યું'તું:કાં લખવું કાં વલખવું હું તો લખેલુંયે સઘળું છેકીને આવ્યો છું તેં તો મનાઇ કરી હતી કોઇને ય ચાહવાની સોરી પ્રભુ! ઇચ્છા તારી ઉવેખીને આવ્યોછું કોઇ મને સમજે એ ઝંખના લૈ જીવતો રહ્યો ક્દીય ન સમજાતી દુનિયા દેખીને આવ્યોછું લાગણીઓ હવે નહી લલચાય સુવર્ણમૃગમાં સમયના મારિચ પર તીર ફેંકીને આવ્યો છું -પ્રણવ ત્રિવેદી