લખ
હરણ આંખમાં આંજી પછી ઝાંઝવાની વાત લખ
ને એમ એક અપ્રાપ્યને પણ ચાહવાની વાત લખ
ધારો કે એક સાંજે આપણે મળીએ ને હળીએ
ધારણાનો ન હોય વિકલ્પ તો ધારવાની વાત લખ
બધા જંગ હોતા નથી જીતવા માટે જીંદગીમાં
લાગણીઓની કોઇ લડાઈમાં હારવાની વાત લખ
ભાગતા સમયને કરી જો સ્થિર હથેળીમાં પછી
ભાગ્યરેખામાં શું લખ્યું તે વાંચવાની વાત લખ
કિનારાના રેતાળ સંબંધો તો સરી જશે દોસ્ત
મઝધાર જઈ પેલા ઉંડાણને માપવાની વાત કર
Comments
good poem..