આવો

ખુદ સાથે જો કરવી હોય યારી તો આવો
મઝધારે ડુબવાની હોય તૈયારી તો આવો

અર્થના અશ્વો તો ઉભા અંહી થનગનતા
કરવી હોય શબ્દ રથમાં સવારી તો આવો

અંહી ઝાકઝમાળ ને ઠાઠમાઠ તો છે નકામા
હો મન ફક્કડ ને વળી અલગારી તો આવો

હું શરસંધાન નહી પણ શબ્દસંધાન કરૂં છું
લક્ષ્યવેધમાં ન ફાવતી હોય કારી તો આવો

Comments

લો ! અમે તો આ આવ્યા....