ચહેરો
વિસરાતો જ નથી લગીર એક ચહેરો
નજરમાં થયો એમ સ્થિર એક ચહેરો
અંતરની આંખોથી જ દેખાય જે સદા
છે ભાગ્યની અદ્રશ્ય લકીર એક ચહેરો
વિરહની વેદના વસમી હોય છે વેઠવી
ઝુર્યા કરે છે યમુનાને તીર એક ચહેરો
સ્નેહ ભીની આંખો ઇશ્વરથી કમ નથી
હોય છે જાણે પવિત્ર મંદિર એક ચહેરો
હસતા હૈયાની અસર દેખાય આંખોમાં
અમસ્તો અમસ્તો ગંભીર છે એક ચહેરો
Comments