આંખો

ચાલને થોડું ઝાંખી લઈએ ભિતરમાં
બહાર તો બધું જોઇ ચુકી છે આંખો

તું સામે નહીં પણ ભિતર છો જરૂર
અંદર ભિનાશ છે ને સુકી છે આંખો

જીતવું છે તારું એક સપનુ સોહામણું
એટલે તો મેં હોડમાં મુકી છે આંખો

મારી નાજુક પાંપણથી ન ઝીલી શકું
તારી યાદના ભારથી ઝુકી છે આંખો

Comments

Anonymous said…
મારી નાજુક પાંપણથી ન ઝિલી શકું
તારી યાદના ભારથી ઝુકી છે આંખો

apani rachna man na undan ma zakhi karva prohshahan ape chhe......apana raday undan ne amo samax raju karata raho tevi amari utsukta