આવજે

ખૂટી પડે મારા પોતીકા શ્વાસ, તું આવજે
લઈને બે ચાર ઉછીના શ્વાસ, તું આવજે

એકલાં હોવાનો અંધકાર મને પીડ્યા કરે
રૂંવે રૂંવે પ્રગટાવવા ઉજાસ, તું આવજે

તું સહ્પ્રવાસી હો એ ઝંખના લઈ જીવું
સંગાથે કરવા એકાદ પ્રવાસ, તું આવજે

સહિયારી લાગણીઓ સાથે રહી માણીશું
હશે આપણું સહિયારૂં આકાશ, તું આવજે

Comments