સ્મૃતિ સુગંધ

આખા ઘરમાંથી ઉમટી આવી
મને વિંટળાઇ જતી તારી સ્મૃતિઓ લઈને
બહાર પગથિયા પર ઉભો છું, 
આથમણી દિશાએથી 
તારી સુવાસ લઈને વહી આવતો પવન 
મને કાનમાં કશુંક કહી જાય છે 
અને 
હું ઝંકૃત થઈ ઉઠું છું.. 
અનુભવું છું જીવનનું સંગીત.. 
અને આકાશ હસી પડે છે.. 
મારા ચહેરાં પર ફરતી મારી આંગળીઓ
તારા પ્રગાઢ ચુંબનને વાંચે છે... 
અને વાતાવરણ સુગંધાઈ જાય છે. 
પ્રેમની પ્રથમ હુંફ રોમ રોમમાં પ્રગટે છે... 
અને હું આકાશમાં ઓગળી જાઉં છું.....

Comments

Anonymous said…
great poem..it remember someone memory..
Happy Diwali
Anonymous said…
ભાઈ પ્રણવ

આપ બેંકર છો તે જાણી આનંદ થયો. હું પણ બેંકર હતો હાલ નિવૃત છું. મને વાંચવાનો ખૂબજ શોખ હોઈ પુસ્તકો જ હવે મારાં સાથીદાર રહ્યા છે તેમ કહું તો ખોટું નથી. મારાં પત્નિ 9 વર્ષ પહેલાં સ્વર્ગવાસી થયા છે.પણ આપનું આ કાવ્યે મને તેણીની સખત યાદ આપી. આભાર્.
વાંચાવાના શોખ સાથે wordpress ગુજરાતી બ્લોગ બનાવાની સુંદર સુવિધા શરૂ કરતા મેં પણ મારો બ્લોગ બનાવી વિવિધ વિષયો ઉપર મારાં વિચારો મૂકવાનું ચાલું કર્યું છેં. આપ જરૂર મુલાકાત લેશો અને આપના પ્રતિભાવો જાણવાની હું આતુરતા પૂર્વક રાહ જોઈશ. આભાર્
આપનો
અરવિંદ
આપ મારો બ્લોગ http.arvindadalja.wordpess.com ઉપર મુલાકત લઈ શક્શો.
Who am i...??? said…
આભાર.