Posts

Showing posts from July, 2013

પળનો સંગ્રામ....

Image
આજે મારી મનગમતી પંક્તિઓ પર વાત કરવી છે. સ્વ. કવિ શ્રી સુરેશ દલાલની એક કવિતામાં કેટલીક પંક્તિઓ આ પ્રમાણે છે જેનો અર્થ જ્યારે વાંચું ત્યારે અલગ અલગ મળે છે. તું પાંડવ, તું કૌરવ મનવા, તું રાવણ, તું રામ, હૈયાના આ કુરુક્ષેત્ર પર, પળ પળનો સંગ્રામ લખનાર કવિ તો શબ્દોના સોદાગર હતા અને એમને ક્યાં અર્થમાં આ પંક્તિઓને જન્મ આપ્યો હશે એ તો એ જ જાણે પણ સાચી કવિતાની મજા જ આ છે. તમે જ્યારે જ્યારે વાંચો ત્યારે ત્યારે એ નવા અર્થ રૂપ સજી ને તમારી સામે પ્રગટે. માણસ હંમેશા દ્વિધા સામે લડતો આવ્યો છે. આ પસંદ કરૂ કે પેલું? આ સત્ય કે બીજું કઈંક? આ માનવીની સનાતન મૂંઝવણ છે ! સાચો સર્જક હંમેશા સરહદો ઓળંગીને અને ભૂગોળથી ઉપર ઉઠીને જ વાત કરે. ગીતાકાર કહે કે ‘કવિઓમાં સૂર્ય હું છું.’ એનો અર્થ એટલો કે કવિત્વ સૂર્યપ્રકાશની સાથે સરખાવી શકાય એવું તત્ત્વ છે અને સૂર્યપ્રકાશ તો પોષક છે તો કાવ્ય પણ પોષક જ હોવું ઘટે. સૂર્ય પણ સીમાડાઓથી પર છે એમ સાચો કવિ પણ સરહદની નહી પણ અનહદની જ ઉપાસના કરે. આપણે વાત કરતાં હતા દ્વિધાની.. શેક્સ્પીયર પણ તેના પાત્ર થકી દ્વિધા જ રજૂ કરે છે ને ? “ To be or not to be “ નો સંવાદ કોઈ પાત્રનો નહી પણ સમ...