Posts

Showing posts from July, 2020

એક યાદગાર સાંજ

Image
એક યાદગાર સાંજ...... આમ તો લોકડાઉન નો સમય એટલે મળવા હળવા પર પાબંદીનો સમય. કોઈએ એવી સલાહ પણ આપેલી કે આ સમયમાં કોઈ વયસ્ક વ્યક્તિ પાસે જવાનું ટાળવું. પણ ચાલીસ વર્ષથી જે ઇચ્છાને સાચવી રાખી હોય એ સાકાર થવાના સંજોગો સર્જાય ત્યારે ઊર્મિઓ તો બુધ્ધિનું કશું ઉપજવા દે જ નહીં ને?   બેન્કના કામકાજ અર્થે ચોટીલા અને સુરેન્દ્રનગરની વચ્ચે સ્થિત થાનગઢ ગામે જવાનું થયું અને ફરી પેલી સુષુપ્ત ઈચ્છા સપાટી પર આવી ગઈ. તળપદી શૈલીની જેમની વાતોથી આનંદ આવતો અને એ જ વ્યક્તિની વાતોમાં આજે છલકતું તત્વજ્ઞાન પ્રભાવિત કરતું હોય તો મળ્યા વગર કેમ રહેવાય? પદ્મશ્રી પુરસ્કાર પ્રાપ્ત શ્રી શાહબુદ્દીન રાઠોડ, હળવી શૈલીમાં ભારે વાતો કરનાર, એક એવું વ્યક્તિત્વ જેમણે હાસ્યને દિવાનખાનામાં એ કક્ષાએ સ્થાપ્યું જેને સૌ સપરિવાર માણી શકે. એક નિવૃત્ત આચાર્ય તરીકે થાનગઢ શિક્ષણજગતમા આદરપૂર્વક લેવાતું નામ એટલે શ્રી શાહબુદ્દીન રાઠોડ. ખડખડાટ હસતાં શ્રોતાગણનું પ્રતિક એટલે શ્રી શાહબુદ્દીન રાઠોડ. “વનેચંદનો વરઘોડો” નામના કથાનકથી જગ વિખ્યાત બનેલા સરળ વક્તા એટલે શ્રી શાહુબુદ્દીન રાઠોડ. અને સમય જતાં જેમણે હાસ્યની વાતો થકી ફિલોસોફીના અઘરા...