Posts

Showing posts from July, 2021

ઋણ સ્વીકાર

Image
  મને એવું લાગે છે કે શબ્દ સાથેનું મારું અનુસંધાન જન્મોજન્મનું હશે. શબ્દનું સંમોહન જ મને બેંકની નોકરી સાથે સાહિત્ય ક્ષેત્રે પણ પ્રવૃત્ત રાખે છે. પ્રથમ સ્વાગતોક્તિ પ્રકારનું  લખાણ 1985ના વરસમાં કાગળ પર ઉતાર્યું એ પછી છેક 2007માં મિત્ર શ્રી કમલેશ પંડયાના પ્રેમાગ્રહ પછી 'ગ્રીનલીફ' નામક પુસ્તિકા પ્રસિદ્ધ કરી. અનેક ત્રુટીઓ છતાં મિત્રોએ આવકાર આપ્યો..એ પછીના સમયમાં વિચારોનું શબ્દાવતરણ તો ચાલું જ રહ્યું..અને શબ્દઅનુરાગી મિત્ર શ્રી સંજય ઉપાધ્યાયના તથા પરિવારજનોના પ્રોત્સાહન પછી "ચબરખી"નો પિંડ બંધાયો. પ્રસ્તાવના માટે એક બે લેખક વિવેચક વ્યક્તિઓનો સંપર્ક કર્યો પણ એ શક્ય ન બન્યું. વીસેક વર્ષ પૂર્વે જેમની સાથે એક હોસ્પિટલના બાંકડે ગોષ્ઠી કરેલી અને એકાદ વખત પત્રવ્યવહાર પણ કરેલો એવા સાહિત્યકાર અને ઉમદા વ્યક્તિત્વના માલિક શ્રી ભાગ્યેશભાઈ જહાંનો પ્રસ્તાવના માટે સંપર્ક કર્યો અને એમણે તૈયારી બતાવી એ મારા સદભાગ્ય સમજુ છું. એમની સહૃદયતા એટલી કે વિદેશ જતા જતા એરપોર્ટ પર પ્રસ્તાવનાનો ઓડિયો રેકર્ડ કરી મને મોકલી આપ્યો. સાહિત્ય મર્મજ્ઞ હોવાં છતાં જે પોતાને વાચક તરીકે જ ઓળખાવે છે એવા વિનમ્ર મિત્...

વૃક્ષાલાપ

  વૃક્ષાલાપ હે વૃક્ષ, આજે તારી સાથે વાતો કરવી છે  ઈશ્વરનું અસ્તિત્વ  જેમ પૃથ્વી પર કણ-કણમાં છે એમ  પૃથ્વીનો એવો કયો ભાગ હશે જ્યાં તારી હાજરી ન હોય?  હે વૃક્ષ, બાળપણથી  તને જોતો આવ્યો છું  મેં જોયું છે તને પર્ણ વિહીન અવસ્થામાં, મેં જોયું છે તને લીલાછમ અવતારમાં, મેં જોયું છે તને પરિસ્થિતિ સામે ટક્કર ઝીલતા, દૂરથી વહી આવતો પવન ક્યારેક તને વ્હાલ કરે છે તો ક્યારેક તારી છેડતી પણ કરે છે  એ પણ મેં જોયું છે..  એજ પવન ક્યારેક મચી પડે છે તારા સમૂળગા વિનાશ માટે પણ .. હે વૃક્ષ, મેં જોઈ છે તારી સ્થિરતા આ દરેક સંજોગોમાં,  વ્હાલથી સ્પર્શીને વહી જતા પવન પ્રત્યે પણ  તને આસક્તિ નથી થઈ અને છેડતી કરતાં પવન સાથે પણ  ક્યારેય તેં ગુસ્સો નથી કર્યો. આંધી સ્વરૂપે આવતા પવનને  તે ક્યારેય ક્રોધિત થઈ શ્રાપ નથી આપ્યો જ્યાં સુધી  તારી ક્ષમતા એ તને સાથ આપ્યો ત્યાં સુધી તેં  આંધીનો સામનો કર્યો છે  પણ  જ્યારે ક્ષમતા ઓસરવા લાગી ત્યારે શરણાગતિ સ્વીકારવામાં પણ કોઈ  નાનમ તેં નથી અનુભવી.  મેં જોયું છે તને ગગનગામી ઊંચાઇઓ પ્રાપ્ત કરતા.....