પાંદડું
ટહુકાઓની મીઠી સરભરા કરે છે પાંદડું
ને એમ વૃક્ષના ખાલીપાને ભરે છે પાંદડું
પંખી તો આવે,ટહુકે ને ઉડી પણ જાય
ડાળી જો મુકે નિઃશ્વાસ તો ખરે છે પાંદડું 
એટલે તો વાદળનેય વરસવાની હોંશ છે 
લીલેરી લાગણીનો પાલવ ધરે છે પાંદડું 
ફુલ તો ખરી જાય ને પંખી તો ઉડી જાય 
 એકલું એની યાદમાં ઝુર્યા કરે છે પાંદડું
 
Comments