નક્કર થઈ ગયા
અક્ષરો કલમમાંથી નિકળી વજ્જર થઈ ગયાં
લ્યો, હોવાપણાના પુરાવાઓ નક્કર થઈ ગયાં
શી ખબર કેવો જાદુ હશે ગંગાનદીના વહેણમાં
કાંઠે પડેલાં કંકર પણ જુઓ શંકર થઈ ગયાં
તમે કહો છો મન પણ હું એને મરૂભુમિ કહું છું
જુઓ તો ખરાં કે યુધ્ધ કેટલાં અંદર થઈ ગયાં
જમાનો બદલાઈ ગયાનો આજ તો પુરાવો છે
હતાં કાલ ખાબોચિયા, આજ સમંદર થઈ ગયાં
મર્યા પછી પણ જીવવાનો માર્ગ એને જઈ પુછો
જાત ઓગાળી દઈ જે ફુલો અત્તર થઈ ગયાં
Comments
જાત ઓગાળી દઈ જે ફુલો અત્તર થઈ ગયા
વાહ, ખુબ જ સરસ.
બહુ સરસ વાત્યું...
અભિનંદન.
your blog is added at my page.
http://amitpisavadiya.wordpress.com/gujarati-blog-world/
અમિત.