દુનિયા

દુનિયા તો છે જાદુના ખેલ મનવા ! છે જાદુના ખેલ 
ઉપરથી સૌ ઉજળા લાગે, ભીતર ભાત ભાતના મેલ 

દેખાય નહી કોઇને એવી એક ચાહત નામે ચીજ
પામે તેને પડતી ગમ્મત બાકીનાને ચડતી ખીજ
ચોતરફ ચહેરાના પહેરાં, છે આ તાળાવિહોણી જેલ 
દુનિયા તો છે જાદુના ખેલ મનવા! છે જાદુના ખેલ 

 પહોંચવુ ક્યાં એ કોઇ ન જાણે ને તોયે સૌ જ્યાં દોડે 
અર્ધી જીંદગી બાંધે ગાંઠો ને પછી બેઠાં બેઠાં છોડે, 
અંહી ઝંખનાઓના ઝાડે વિંટળાતી ઇચ્છાઓની વેલ
દુનિયા તો છે જાદુના ખેલ મનવા ! છે જાદુના ખેલ

દુનિયા તો છે જાદુના ખેલ મનવા ! છે જાદુના ખેલ 
ઉપરથી સૌ ઉજળા લાગે, ભીતર ભાત ભાતના મેલ 

Comments

Anonymous said…
nice creation....

your blog has been added to my list...
http://sarjansahiyaaru.wordpress.com/gujarati_blog_jagat/