કદાચ

આજે તું ન આવ્યો... 
કદાચ કોઇ કામ આવી ગયું હશે.. 
કદાચ કોઇ મહેમાન હશે... 
કદાચ..... ... 
જો કે તું ન આવ્યો છતાંયે 
આમ તો કશું ખાસ નથી બન્યું 
બસ 
હવા જરાક નિશ્વાસ મુકીને વહી ગઈ, 
સ્ટ્રીટ લાઈટના થાંભલે બેઠેલી 
એક ચકલી ચીં ચીં બોલ્યા વગર જ ઉડી ગઈ; 
આમ તો ખાસ કશું ન બન્યું 
પણ 
આકાશમાં પ્રગટવા મથતા 
મેઘધનુષના 
કોઈએ ટુક્ડેટુકડા કરી નાખ્યાં; 
ને.. આખું આકાશ ધ્રુસકે ધ્રુસ્કે રડી પડ્યું.. 
બસ એટલું જ.....

Comments

Anonymous said…
very gud lines !! liked it very much ..
Anonymous said…
સરસ ભાવસભર પંક્તિઓ
તું અગર છોડ કર જાયે તો ક્યા
હાદસે રોજ હુઆ કરતે હૈ