કદાચ
આજે તું ન આવ્યો... 
કદાચ કોઇ કામ આવી ગયું હશે.. 
કદાચ કોઇ મહેમાન હશે... 
કદાચ.....
... 
જો કે તું ન આવ્યો છતાંયે 
આમ તો કશું ખાસ નથી બન્યું 
બસ 
હવા જરાક નિશ્વાસ મુકીને વહી ગઈ, 
સ્ટ્રીટ લાઈટના થાંભલે બેઠેલી 
એક ચકલી
ચીં ચીં બોલ્યા વગર જ ઉડી ગઈ; 
આમ તો ખાસ કશું ન બન્યું 
પણ 
આકાશમાં પ્રગટવા મથતા 
મેઘધનુષના 
કોઈએ ટુક્ડેટુકડા કરી નાખ્યાં; 
ને..
આખું આકાશ ધ્રુસકે ધ્રુસ્કે રડી પડ્યું.. 
બસ એટલું જ.....
 
 
Comments
તું અગર છોડ કર જાયે તો ક્યા
હાદસે રોજ હુઆ કરતે હૈ