લાચારી
હમણાં એક સરસ વાક્ય નજરે પડ્યું. ‘ ના પાડવી ન ગમે એવી વ્યક્તિ કઈક માગે અને એ ન આપી શકાય ત્યારની લાચારી બહુ જ ખરાબ અનુભવ છે. ’ જીવનમાં જાતજાતની લાચારી આપણે સૌ અનુભવી હોય છે. મરીઝની એક ગઝલમાં પણ લાચારી અંગે એક શેર છે કે ‘ એવો કોઈ દિલદાર નજર આવે નહી , આપી દે જે કિન્તુ લાચાર બનાવે નહી ‘ આપણી સામે બનતી કોઈ ઘટના અંગે કશુક કરવાની પ્રબળ ઇચ્છા હોવા છતાં કશું જ કરી ન શકીએ એવા પ્રસંગો સૌના જીવનમાં બનતા જ હોય છે. મને બે-ત્રણ દાયકા પૂર્વેની એક ઘટના યાદ આવે છે જેનો હું સાક્ષી છું. ગુજરાતી ભાષાના એક મૂર્ધન્ય કવિ ભાવનગર આવ્યા હતા. એમના વકતવ્ય બાદ એક કિશોરે પોતાની શાળાની નોટ-બુકમાં એ વિદ્વાન કવિના હસ્તાક્ષર માટે વિનંતી કરી. બહુ જ લાપરવાહી સાથે એ કવિએ કહી દીધું કે હૉલની બહાર મારા પુસ્તકો વેચાય છે એ ખરીદ કરીને આવો એમાં હસ્તાક્ષર કરી આપીશ. પુસ્તકોના પ્રચાર અને પ્રસાર માટેના એક વિચાર તરીકે આ વાતનો વિરોધ ન કરી શકાય પણ પેલો કિશોર કદાચ મોંઘા ભાવનું ખરીદી શકે તેમ ન હતો અને પોતાને જેમના પ્રત્યે આદર છે એવા વ્યક્તિત્વને મળ્યાની ક્ષણ એ જીવનભર સાચવી લેવા માગતો હતો પણ કવિશ્રીના જવાબથી તેના ચહેરા પર ...