Posts

Showing posts from September, 2020

કવિ દાદ : લોક સાહિત્યનું મોંઘેરું આભૂષણ

Image
 મળવા જેવાં માણસ : કવિ દાદ – પ્રણવ ત્રિવેદી એકવડિયો બાંધો, ઝાઝી ધોળી અને થોડી કાળી દાઢી, લડતાં લડતાં જેમ સૈનિકોની ટુકડીમાંથી એક એક સૈનિક ઓછો થતો જાય એમ સમય સાથે લડતાં લડતાં ઓછાં થયેલાં દાંત… આ બધાં વચ્ચે વિસ્મય, જીવન સંતુષ્ઠિ અને ખુમારીના મિશ્રણથી ચમકતી આંખો એટલે કવિ દાદ – કવિ દાદુદાન પ્રતાપદાન ગઢવી. કેટલાય દિવસથી આ વ્યક્તિને મળવાની મનમાં એક તડપ ઉઠી હતી. એમાંય જ્યારે જ્યારે કન્યા વિદાયનું પ્રસિદ્ધ ભાવભર્યું ગીત કાને પડે અને લૂંટાતો લાડ ખજાનો જોતાં રહી ગયેલાં કવિ દાદને મળવાની ઝંખના જોર પકડે. અંતે દસમી ફેબ્રુઆરીને મંગળવારે સાંજે ખિસ્સામાં સરનામાંની ચબરખી અને હૃદયમાં એક ગીતમાત્રથી અનેકને ભાવવિભોર બનાવી દેનાર કવિને મળવાનો રોમાંચ લઈ જુનાગઢના તેમના નિવાસસ્થાને પહોંચવાનો સુયોગ સાંપડ્યો. કશા જ પૂર્વ પરિચય વગર અને કોઈ દેખીતા દુન્વયી કારણ વગર સીધા જ પહોંચી જવાનો ક્ષોભ ત્યાં પહોંચતા જ ખરી પડ્યો અને ઔપચારિક વાતોની ક્ષણો બાદ પૂરા બે કલાક સુધી શબ્દ, સાહિત્ય અને સંવેદનાના ત્રિવિધ રંગે અમારૂં ભાવ વિશ્વ રંગાતું રહ્યું. ગુજરાતમાં કોઈ કન્યા વિદાયનો પ્રસંગ એવો નહી હોય જેમાં ‘કાળજા કેરો કટકો મારો ગાંઠથ...

સૌજન્યશીલ વ્યક્તિ શ્રી અમિશ સાહેબા

Image
  શ્રી અમિષ સાહેબા, ભારતે ક્રિકેટજગતને આપેલ એક સંનિષ્ઠ અમ્પાયર અને નખશીખ સજ્જન વ્યક્તિત્વ..  મારા પુસ્તક "ચબરખી"માં જેમની અમ્પાયર એકેડમી ની ઉમદા પ્રવૃત્તિઓ બાબતે એક પ્રકરણ સામેલ છે એવા આ મિત્રને 30 નવેમ્બરે, બેન્ક સેવાઓમાંથી નિવૃત્તિ નિમિત્તે મળવાની અને પુસ્તક આપવાની તક મળી... ખૂબ ખૂબ શુભકામનાઓ પ્રિય શ્રી અમીષભાઈ...

ધરાતલનો સાચુકલો માણસ : પદ્મશ્રી ડો પ્રવીણ દરજીસાહેબ

Image
  ધરાતલનો સાચુકલો માણસ : પદ્મશ્રી ડો પ્રવીણ દરજીસાહેબ  જ્યારથી એમના લેખો વાંચવાનું શરૂ કર્યું હતું ત્યારથી એમની પ્રવાહી શૈલી અને પ્રકૃતિનિષ્ઠા ઉપર ઓળઘોળ થયો છુ. મનમાં એમને મળવાની ઇચ્છા સતત ટકોરા માર્યા કરતી હતી. લગભગ જુલાઈ 2016 દરમિયાન મારા પુસ્તકની કાચી પ્રત તૈયાર થઈ ત્યારે પ્રકાશન પૂર્વે એમનો અભિપ્રાય અને આશીર્વાદ મળે એવી ઝંખનાથી પ્રેરાઈ એમને એક નકલ મોકલી. પણ એમનો જવાબ ટપાલખાતાએ મારા સુધી પહોચાડ્યો જ નહી. બીજી તરફ મારા માતા-પિતાની નાદુરસ્ત તબિયત અને અંતિમ પ્રયાણના કારણે હું સમય મેળવી શક્યો નહી. છેક જાન્યુયારી 2019 માં પુ. મોરારીબાપુના વરદ હસ્તે પુસ્તક વિમોચીત થયા બાદ તરત જ એક હેમંતી સવારે*(આ શબ્દ પણ એમની કલમનું જ બાળક!) અમદાવાદથી લુણાવાડાના રસ્તે સપત્ની નીકળી પડ્યો. એક પ્રશ્ન મનમાં ઘોળાયા કરે કે એમને કેવું લાગશે આ રીતે અચાનક એમના ઘરે જઇયે તો? કોઈ પરિચય નહી, કોઈ ઓળખાણ નહી અને કોઈ સંદર્ભ પણ નહી. મન વારે વારે કહ્યા કરે કે શબ્દનું સગપણ ને અક્ષરની ઓળખાણ તો છે જ ને? અને જેમના પ્રત્યે આદરની લાગણી હોય તેમણે ત્યાં જવામાં સંકોચ શાને એવું ખુદને સમજાવતો રહ્યો.       ...

શબ્દ કથા

Image