ગતિ અને ગંતવ્ય
ગતિ અને ગંતવ્ય એક સરસ સવાલ કોઇકે પુછ્યો છે કે એવું ક્યુ કાર્ય છે જે સમગ્ર જીવસૃષ્ટિ એક સાથે કરતી હોય છે? જવાબ માટે અનેક વિકલ્પો છે પણ મને સૌથી વધુ બંધબેસતો લાગ્યો એ જવાબ આ છે. *સમગ્ર જીવસૃષ્ટિ એક સાથે ગતિ કરી રહી છે*. જીવન એ ગતિ નો પર્યાય છે. ગતિ અટકી એટ્લે જીવન અટક્યું. અરે માત્ર જીવની જ વાત શા માટે? વાયુ કે અગ્નિ કે જળનું અસ્તિત્વ જ ગતિશીલતા પર આધારિત છે. બ્રહમાંડમાં ગ્રહો, ઉપગ્રહો, સૂર્યમાળાઓ, સઘળું ગતિમાન છે અને એટલે જ એ છે. અંહી એક સુક્ષમ તફાવત સમજવો રહ્યો. સ્થિરતા અને ગતિહીનતા બંને અલગ બાબત છે. સ્થિરતા એ સમતોલપણા સાથે સંકળાયેલી ઘટના છે જ્યારે ગતિહીનતા એ નિર્જીવપણાની નિશાની છે. જમીન સ્થિર છે પણ નિર્જીવ નથી કારણકે પૃથ્વી પોતે ગતિમાન છે. એટલે જ કદાચ શાસ્ત્રો “ચરેવૈતી...ચરેવૈતી..“ ઉચ્ચારે છે. કાળની કેડી પર સતત ચાલવું એટ્લે જ જીવવું. અંહી ગતિ એ ઝડપના અર્થમાં નથી પણ વૃધ્ધિના અને વિકાસના સંદર્ભમાં છે. એટલા માટે જ ઘણા શબ્દ પ્રયોગોમાં “ચાલવું” સમાવિષ્ટ છે. જેમકે મગજ ચાલવું, બુધ્ધિ ચાલવી, શ્વાસ ચાલવા, શું ચાલે છે ?, બસ સારું ચાલે છે. વગેરે. હમણાં એક વડીલની ખબર...