Posts

Showing posts from February, 2021

સંઘર્ષ ચિંતન

   આપણી ભાષાનો એક શબ્દ છે: 'સંઘર્ષ'. એ આપણી ભાષાની મહાનતા છે કે શબ્દનો ધ્વનિ જ અર્થ આવિર્ભાવમાં મદદ કરે. સવિશેષ ઘર્ષણની અર્થછાયા ધરાવતો આ શબ્દ બહુ જ અર્થ ઉંડાણ પણ ધરાવે છે. કોઇ પણ સજીવ જન્મતાની સાથે જ એનો સંઘર્ષ શરૂ કરી દે છે.અસ્તિત્ત્વ ટકાવી રાખવાનો સંઘર્ષ. ડાર્વીનનો ઉત્ક્રાન્તિવાદ હોય કે આપણી જુની પેઢીની પેલી કહેવત હોય ("બળિયાના બે ભાગ") સિધ્ધાંત સમાન છે કે જે સંઘર્ષમાં ફાવે છે એ ટકી રહે છે એટલે કે જીંદગી પામે છે. આપણા દર્શન પ્રમાણે આ જગતના મુળભૂત પાંચ તત્ત્વો પૈકીના અગ્નિતત્ત્વનો ઉદભવ જ સંઘર્ષમાંથી થાય છે.વાદળો હવા સાથે સંઘર્ષ કરે છે ત્યારે જ વરસાદ થાય છે. વૈચારિક સંઘર્ષોમાંથી જ સિધ્ધાંતો અને સંકલ્પો જન્મે છે. સંઘર્ષ એ ગતિનું, અધોગતિનું કે પ્રગતિનું કારણ બને છે. સામાન્ય અર્થમાં ભૌતિક એટલે કે નરી આંખે જોઈ શકાય એવાં જ સંઘર્ષ હોય છે પણ વૈચારીક સ્તરે કે અહંના સ્તરે થતાં સંઘર્ષની અસરો બે વ્યક્તિ પુરતી સીમિત ન રહેતા વ્યાપક બને છે.  આમ તો વિકાસ એ સંઘર્ષની હકારાત્મક ફલશ્રુતિ જ ગણી શકાય ને? સાહિત્યના અનેક પ્રકારો છે પણ હજુ સુધી ક્યાં માત્ર અને માત્ર સંઘર્ષનુ જ સાહિત્ય ક્યાં

જીવન એટલે શું?

Image
જીવન એટલે શું? જીવનની ઘણી વ્યાખ્યાઓ દ્વારા સમજવાની સમજાવવાની કોશિશ થઈ છે. એક ચોક્કસ સમયગાળા દરમિયાન સદેહે આ પૃથ્વી પર શ્વસવાનું એટલે જીવન. માતાપિતાના અસ્તિત્વના વ્યાપ તરીકે આકાર  ધારણ કરીને માન્યતાઓ, ગમા-અણગમાઓ, પ્રશ્નો, જવાબો, સુવિધાઓ-દુવિધાઓ, જ્ઞાન-વિજ્ઞાન, અનુભવો, અવલોકનો, મુલ્યાંકનો આવા તો અનેક પરિમાણોના મૂર્ત સ્વરૂપે “હોવું” એટલે જીવન. પણ વિચારે ચડી ગયેલા મનમાં એક અલગ અવાજ સંભળાય છે. જીવન એટલે ભ્રમ-નિરસનની નિરંતર ચાલતી પ્રક્રિયાથી વિશેષ કશું નથી. મન પ્રદેશે ભ્રમણાઓના સર્જન અને વિસર્જનની પ્રક્રિયાના આધારે વર્તન કરતું એક અસ્તિત્વ એટલે આપણે...!  બહુ વિચારતા આ વાત સાચી પણ પ્રતીત થાય છે. બાળક તરીકે વિસ્મયમંડિત અનેક કાલીઘેલી ભ્રમણાઓ સાથે યાત્રા શરૂ થાય અને સમજણની સાથે સાથે ભ્રમણાઓનું નિરસન થતું રહે. અંધારામાં અવનવા આકારો અંગેનો ભ્રમ તૂટે છે. ઘર એ જ સલામતી એવો ભ્રમ પણ સ્વતંત્રની ઝંખના થકી તૂટે છે. કિશોરાવસ્થામાં ઘટમાં ઘોડા થનગને અને અણદીઠેલી ભોમકા પર પહોંચવાની ક્ષમતાનો ભ્રમ પણ બંધાય છે. અને યુવાનીથી પ્રૌઢાવસ્થા દરમિયાન તો ભ્રમ-નિરસનની હારમાળા સર્જાય છે. સ્વ-ક્ષમતાનો ભ્રમ, મિત્રતાનો ભ્રમ,

પવિત્રતાનો સાક્ષાત્કાર

Image
પવિત્રતાનો સાક્ષાત્કાર સ્વામિ શ્રી સચ્ચિદાનંદજીનું નામ એક ક્રાંતિકારી સંત તરીકે દાયકાઓથી જાણીતું છે. એમના લખાણોમાં વ્યક્તિશુદ્ધિ, સમાજશુદ્ધિ અને વિચારશુદ્ધિનો ત્રિવેણી સંગમ રચાય છે. પરંપરાઓની જડતા, દંભયુક્ત કર્મકાંડિય રૂઢિઓ અને ધર્મના વ્યાપાર સામે વિચાર ચાબખા લઈ ઉભેલી આ વ્યક્તિ કડવી દવા આપે છે પણ એક મા બાળકનું હિત ધ્યાનમાં રાખે એ ભાવથી આપે છે. ચાલો અભિગમ બદલીએ એ પુસ્તક પછી લગભગ સવાસો જેટલાં પુસ્તકો એમની કલમ અને આશીર્વાદના પરિપાક રૂપે ગુજરાતની પ્રજાને મળ્યા છે.  પેટલાદ ખંભાત રોડ પર દંતાલી ગામે આશ્રમ સ્થાપી સમાજોપયોગી પ્રવૃત્તિની સાથે સાથે વિચારશીલ સાહિત્ય દ્વારા વાચકોના મનને ઢંઢોળવાનું કાર્ય કરનાર આ વ્યક્તિત્વને મળવાની ઈચ્છા ઘણા સમયથી હતી. 13 ફેબ્રુઆરીનો દિવસ એ અવસર લઈને આવ્યો જેની રાહ ત્રણ દાયકા જોઈ. નેવું વર્ષની વયે એમનું વ્યક્તિત્વ વધું સૌમ્ય, સરળ અને શીતળ લાગે છે. મારી પુસ્તિકા "ચબરખી" એમને આપી આશિર્વાદ પ્રાપ્ત કર્યા એ ગૌરવશાળી ક્ષણ આપ સૌ સાથે વહેંચતા રોમહર્ષણ અનુભવું છું.  અમને એ સ્થળે પ્રવેશતા જ આશ્રમની પવિત્રતાનો અનુભવ થયો. ગેરુઆ ભગવા રંગથી પ્રભાવિત આ જગ્યામાં અન્નદાન પ